26th January selfie contest

Video: અંબાણીની પાર્ટીમાં બેકગ્રાઉન્ડ ડાન્સર બન્યો સલમાન, લોકોએ કરી આવી કમેન્ટ

PC: news18.com

સલમાન ખાનની ગણના બોલિવુડના સુપરસ્ટાર્સમાં થાય છે. ફેન્સની વચ્ચે પણ ભાઈજાનનું તગડું ફેન ફોલોઇંગ છે. સલમાન મુશ્કેલ સમયમાં મિત્રોની મદદ કરીને ઘણીવાર મિત્રતાની મિસાલ રજૂ કરી ચુક્યો છે. ટાઇગર એક્ટર દેશના ઉદ્યોગપતિ પરિવાર અંબાણી સાથે પણ સારા સંબંધો ધરાવે છે. સલમાન ખાને હાલમાં જ મુંબઈમાં આયોજિત કરવામાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઇવેન્ટમાં હાજરી આપી હતી. જ્યાંથી તેના ઘણા વીડિયોઝ પણ વાયરલ થયા હતા. દરમિયાન સલમાન ખાનનો એક જુનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

સલમાન ખાનનો આ વીડિયો મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના સંગીત સેરેમનીનો છે. વીડિયોમાં ભાઈજાન બેકગ્રાઉન્ડ ડાન્સર બનીને ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈ સલમાન ખાનના ફેન્સ આશ્ચર્ય પામી ગયા છે. તેમના માટે એ વિશ્વાસ કરવો મુશ્કેલ બની રહ્યો છે કે આ ભાઈજાન છે, જે સ્ટેજ પર પાછળ ડાન્સ કરી રહ્યો છે.

ઈશા અંબાણીની વેડિંગ સેરેમનીના આ વીડિયોમાં અનંત અંબાણી હાથમાં ગિટાર લઇને સ્ટેજ પર ‘કુછ કુછ હોતા હૈ’ના ગીત કોઈ મિલ ગયા પર પરફોર્મ કરી રહ્યો છે. સ્ટેજ પર તેને તેની વાગ્દતા રાધિકા મર્ચન્ટ પણ જોઇન કરે છે. તેમજ, સલમાન ખાન બેકગ્રાઉન્ડમાં જમીન પર બેસીને ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે.

વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે કહ્યું, શું બકવાસ છે ભાઈને બેકગ્રાઉન્ડ ડાન્સર બનાવી દીધો. એક અન્ય યુઝરે કહ્યું, સલ્લૂ ભાઈ વેચાઈ જશે એ ક્યારેય વિચાર્યું નહોતું. તેમજ, એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યું, પૈસા કંઇ પણ કરાવી શકે છે.

સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ તેની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ રીલિઝ થવાની છે. ફિલ્મ ઈદના અવસર પર એટલે કે 21 એપ્રિલે થિયેટર્સમાં રીલિઝ થશે. આ ઉપરાંત, ભાઈજાનની ફિલ્મ ‘ટાઇગર 3’ પણ ટૂંક સમયમાં જ રીલિઝ થવાની છે.

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મમાં સલમાન ખાનની ઓપોઝિટ પૂજા હેગડે દેખાશે. આ ઉપરાંત, આ ફિલ્મમાં શહનાઝ ગિલ, પલક તિવારી, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ અને રાઘવ જુયાલ પણ સામેલ છે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મને ફરહાદ સામજીએ ડાયરેક્ટ કરી છે જ્યારે, સાજિદ નડિયાડવાલાએ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp