આખરે કેમ શાહરુખ, સલમાન સાથે ફિલ્મ નથી કરતો રિતિક, આ છે દર્દભરી કહાની

એવા સમાચાર મળી રહ્યા છે કે આદિત્ય ચોપડા એક મોટી ફિલ્મ પ્લાન કરી રહ્યી છે, જેમાં શાહરુખ ખાન, સલમાન ખાન અને રિતિક રોશન નજરે પડશે. ફિલ્મનું નામ ‘વાર 2’ કહેવામાં આવી રહ્યું છે, જેમાં સલમાન ખાનની ટાઈગર અને શાહરુખ ખાનની પઠાનવાળી ભૂમિકા પણ રહેશે. આ એક સ્પાઇ ફિલ્મ હશે, પરંતુ એ વાત પણ સુધી સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે, શાહરુખ અને સલમાન ખાન પરદા પર દેખાશે, પરંતુ રિતિક રોશન સાથે ફિલ્મમાં બંને સામનો નહીં થાય.

હકીકતમાં આખો મામલો ત્રણ સ્ટ્રારોની વિતેલી વાતોનો છે. રિતિક રોશનની સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે લાંબા સમયથી નારાજગી ચાલી રહી છે. આ સ્ટાર ભલે જ ખુલ્લી રીતે જાહેર ન કરે, પરંતુ ઇન્ડસ્ટ્રીના જાણકાર બતાવે છે કે, એ હકીકત છે. એવામાં એ લગભગ નક્કી છે કે ત્રણેય ભવિષ્યમાં એક સાથે પરદા પર નજરે નહીં પડે. શાહરુખ ખાને રિતિક અને સલમાન ખાન બંને સાથે કામ કર્યું છે. શાહરુખ ખાન સાથે રિતિક રોશન વર્ષ 2001માં રીલિઝ થયેલી ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં નજરે પડ્યો હતો, પરંતુ ત્યારબાદ એવું કંઈક થયું કે બંને વચ્ચે અણબનાવ થઈ ગયો.

જાણકારોનું કહેવું માનીએ તો એ વાતની સંભાવના ઓછી છે કે રિતિક રોશન, શાહરુખ ખાન સાથે શૂટિંગ કરશે. કારણ રિતિક રોશનની શાહરુખ ખાન સાથે ચાલતી આવતી વર્ષો જૂની નારાજગી છે. લગભગ 2 દશક અગાઉ એક પોપ્યુલર એવોર્ડ શૉમાં સેફ અલી ખાન અને શાહરુખ ખાને મળીને રિતિક રોશનની વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ની ખૂબ મજાક ઉડાવી હતી. આ શૉમાં આ બંને ‘કોઈ મિલ ગયા’ના પાત્ર જાદુનો ડ્રેસ પહેરીને સ્ટેજ પર આવ્યા હતા અને કહી રહ્યા હતા કે ફિલ્મનો અસલી હીરો તો જાદુ છે. રિતિક તો સેકન્ડ ક્લાસ સ્ટાર છે.

તેનાથી રિતિક રોશન ખૂબ નારાજ થયો હતો. રિતિક રોશને પબ્લિકલી આ વાત કહી નથી, પરંતુ આ ઘટના બાદ તેણે શાહરુખ ખાનથી દૂરી બનાવી લીધી. જ્યારે શાહરુખ ખાનની ‘ઓમ શાંતિ ઓમ’ આવી તો ફિલ્મના એક સોંગમાં ઇન્ડસ્ટ્રીના લગભગ બધા મોટા સ્ટરોએ ભાગ લીધો હતો, પરંતુ રિતિક રોશને કહ્યું કે તે ‘જોધા અકબર’ની શૂટિંગમાં વ્યસ્ત છે. સાચું કે ખોટું જે પણ હોય, પરંતુ રિતિક રોશનને જાણનારા લોકો કહે છે કે આ એવોર્ડ શૉમાં જે પણ થયું, ત્યારબાદ રિતિકની નજરમાં શાહરુખ ખાન એ ન રહ્યો જે તે થયા કરતો હતો.

સલમાન ખાન સાથે પણ રિતિકનો જૂનો પંગો છે. 10 વર્ષથી વધારે વર્ષ થઈ ચૂક્યા છે. રિતિકની વર્ષ 2010માં એક ફિલ્મ ‘ગુજારીશ’ આવી હતી. સંજય લીલા ભણસાલીએ ફિલ્મ ડિરેક્ટ કરી હતી અને સલમાન ખાનની જૂની ગર્લફ્રેન્ડ એશ્વર્યા રાય તેમાં હતી. સલમાને આ ફિલ્મની રીલિઝ દરમિયાન એક કાર્યક્રમાં ઇશ્યૂ બેઝ્ડ ફિલ્મના સવાલ પર કહ્યું હતું કે, તેને કોઈ કૂતરો પણ નહીં જોય. ‘ગુજારીશ’ ઈચ્છા મૃત્યુ જેવા ગંભીર વિષય પર હતી. ત્યારે ખૂબ વિવાદ થયો અને કહેવામાં આવ્યું કે, સલમાન ખાને આ ટિપ્પણી ગુજારીશ પર કરી હતી. આ ટિપ્પણી પર સંજયલીલા ભણસાલી અને રિતિક રોશને ખૂલીને નારાજગી વ્યક્ત કરી હતી. રિતિકની પહેલા પણ સલમાન સાથે દોસ્તી નહોતી, પરંતુ પછી તેઓ વધુ દૂર થઈ ગયા.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.