કમાણીમાં પણ દબંગ છે સલમાન ખાન, રોજ કમાય છે આટલા રૂપિયા, જાણો કુલ સંપત્તિ

PC: hindustantimes.com

બોલિવુડનો દબંગ હીરો સલમાન ખાન આજે પોતાનો જન્મ દિવસ મનાવી રહ્યો છે. સલમાન ખાન 57 વર્ષનો થઇ ગયો છે. ભારતના સૌથી મોટા સુપરસ્ટારોમાંથી એક સલમાન ખાન હજારો કરોડની સંપત્તિનો માલિક છે. તે બોલિવુડના હાઇએસ્ટ પેઇડ એક્ટરોમાંથી એક છે. એ વાતથી તો તમે વાકેફ હશો જ કે સલમાન ખાન બાંદ્રાના ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહે છે. રિપોર્ટ્સ મુજબ ગેલેક્સી અપાર્ટમેન્ટની વેલ્યૂ લગભગ 100 કરોડ રૂપિયા છે.

એ સિવાય તેની પાસે પનવેલમાં એક ફાર્મહાઉસ છે, જે લગભગ 150 એકરમાં ફેલાયેલું છે. રિપોર્ટ્સ મુજબ, સલમાન ખાન એક ફિલ્મ માટે 75-80 કરોડ રૂપિયાની ફીસ લે છે. એ સિવાય તે પ્રોફિટ પણ શેર કરે છે. સલમાન ખાન બિગ બોસ શૉ હોસ્ટ કરવા માટે પણ મોટી રકમ લે છે. રિપોર્ટ્સ મુજબ બિગ બોસ સીઝન 16ને હોસ્ટ કરવા માટે સલમાન ખાને 1000 કરોડ રૂપિયાની ફીસ લીધી છે.

જો તેની કુલ નેટવર્થની વાત કરીએ તો સલમાન ખાન લગભગ 2900 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. સલમાન ખાન પાસે ઘણી લક્ઝરી ગાડીઓ પણ છે. તેની પાસે 2.26 કરોડ રૂપિયાની રેન્જ રોવર વોગ, 1.80 કરોડ રૂપિયાની ટોયોટા લેન્ડ ક્રૂઝર છે. સલમાનની જાણીતી ક્લોથિંગ બ્રાન્ડ બીઈંગ હ્યુમન જે તેના ચેરિટેબલ ફાઉન્ડેશન ધ સલમાન ખાન ફેડરેશન હેઠળ ઓપરેટ કરે છે. તેની વેલ્યૂ 235 કરોડ રૂપિયા છે.

એક અનુમાન મુજબ, બોલિવુડ દબંગ સલમાન ખાન રોજ 1.01 કરોડ રૂપિયાની કમાણી કરે છે. સલમાન ખાનનું પોતાનું પ્રોડક્શન હાઉસ સલમાન ખાન ફિલ્મ્સ છે. તેનાથી પણ તેની કમાણી થાય છે અને તે ઘણા બ્રાન્ડ્સના પ્રમોશનથી પણ મોટી રકમની કમાણી કરે છે. દુબઇમાં પણ સલમાન ખાનનું એક અલીશાન ઘર છે. રિપોર્ટ્સ મુજબ, બુર્જ ખલીફા પાસે ધ એડ્રેસ ટાઉનમાં સલમાન ખાનનું ઘર છે. બોલિવુડમાં કમાણીની બાબતે અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન જ આગળ છે.

સલમાન ખાન ઘણી કંપનીઓમાં પણ રોકાણ કરી રાખ્યું છે. અબજોની સંપત્તિના માલિક સલમાન ખાનની પહેલી કમાણી 100 રૂપિયાથી પણ ઓછી હતી. રિપોર્ટ્સ મુજબ સલમાન ખાને પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેની પહેલી કમાણી 75 રૂપિયા હતી. તેણે મુંબઇની તાજ હૉટલમાં એક શૉમાં બેકગ્રાઉન્ડ ડાન્સ કર્યો હતો. તેના માટે તેને 75 રૂપિયા મળ્યા હતા. સલમાન ખાનને તેની પહેલી ફિલ્મ માટે 31,000 રૂપિયાની ફીસ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp