સલમાન પર સોમીનો પ્રહાર, કહ્યું- પોતાનો ગુનો સ્વીકાર અને દુનિયાની સામે માફી માંગ

PC: loksatta.com

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોમી સતત તેની સાથે થયેલા વ્યવહાર વિશે વાત કરે છે. તેણે ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કરી છે જેમાં તેણે ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન પર મોટા શારીરિક, જાતીય અને મૌખિક શોષણનો આરોપ લગાવ્યો છે. સોમી કહે છે કે આ કારણે તે ટ્રોમામાં હતી. સોમીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે, સલમાન ખાને તેના એક શોને ભારતમાં પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે, ડિસ્કવરી ઈન્ડિયાના શો ફ્લાઈટ ઓર ફાઈટની સ્ક્રીનિંગને સલમાને ભારતમાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા સોમી અલીએ જીવનમાં યૌન શોષણનો ભોગ બનવાની વાત કરી હતી.

તેણે કહ્યું કે કેટલીકવાર પીડિતાને તેની સાથે થયેલા દુર્વ્યવહાર વિશે વાત કરવામાં વર્ષો લાગી જાય છે. આ દરમિયાન, તેણે વારંવાર કહ્યું કે જો સલમાન ખાન અન્ય લોકો સાથે સારું વર્તન કરે છે, તો તેનો અર્થ એ નથી કે તે દરેક સાથે સારી રીતે વર્તે છે. બધા લોકો અંદરથી 'કાળા' છે.

સોમી અલીએ કહ્યું, 'હું ઈચ્છું છું કે સલમાન ખાન એ કબૂલ કરે કે તેણે મારી સાથે શું-શું કર્યું છે. વર્બલ, સેક્સ્યુઅલ અને ફિઝિકલ એબ્યુઝમાંથી હું પસાર થઈ છું તે માટે હું ઇચ્છું છું કે તે દુનિયાની સામે મારી માફી માંગે. પરંતુ આ વસ્તુ એક ઘમંડી અને સ્વ-ન્યાયી વ્યક્તિ કદાચ ક્યારેય કરશે નહીં. હું ઈચ્છું છું કે તે મારા શો પરના પ્રતિબંધને હટાવી દે. હું ઈચ્છું છું કે મારો શો 'નો મોર ટિયર્સ' ભારતમાં જોવા મળે. મેં આ શો ને મારા 15 વર્ષના લોહી અને પરસેવાની મહેનતથી બનાવ્યો છે. 40,000 સ્ત્રી-પુરુષોના મેં જીવ બચાવ્યા છે.

તેણીએ આગળ કહ્યું, હું ઈચ્છું છું કે મિસ્ટર ખાન અરીસામાં પોતાની જાતને જુએ અને પોતાને એક પ્રશ્ન પૂછે- તમે કેવી રીતે કહી શકો કે તમે ક્યારેય મારા પર હાથ ઉપાડ્યો નથી અને ક્યારેય મારી સાથે દુર્વ્યવહાર કર્યો નથી? કેવી રીતે તમે આ બધું જાણીને આરામથી જીવી શકો અને પછી આ બાબતોને નકારી શકો છો અને પછી મારા શો પર પ્રતિબંધ મૂકવાની હિંમત કરો. શરમ આવવી જોઈએ તમને. હું આશા રાખું છું કે એક દિવસ તમારામાં હિંમત આવશે અને તમે દુનિયાની સામે મારી માફી માંગશો અને સ્વીકારશો કે તમે મારી સાથે શું કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp