
હાલમાં જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી બોલિવુડ એક્ટર સલમાન ખાનને જાનથી મારવાની ધમકી આપી હતી. ત્યારબાદ એક્ટરને એક ધમકીભર્યો ઈમેલ પણ મળ્યો હતો. તેમજ, સલમાનને સતત મળી રહેલી ધમકીઓએ તેના ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેન્સને તેની સુરક્ષાને લઈને ટેન્શનમાં મુકી દીધા છે. જોકે, સલમાન ખાન પોતાની આ ધમકીઓને લઈને જરા પણ ચિંતિત નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિવારના એક નજીકના વ્યક્તિએ ખુલાસો કર્યો હતો કે, સલમાન ધમકીને સૌથી વધુ બેદરકારીપૂર્વક લઈ રહ્યો છે અથવા તો બની શકે કે તે બેદરકારીપૂર્વક વર્તન કરી રહ્યો છે જેથી તેના પેરેન્ટ્સ ચિંતિત ના થાય. આ ફેમિલીના હમ સાથ સાથ હૈ રુલનો સૌથી સારો હિસ્સો એ છે કે, કોઈપણ પોતાના ડરને ચહેરા પર નથી આવવા દેતું. બહારથી સલીમ સાહેબ (સલમાનના પિતા સલીમ ખાન) ખૂબ જ શાંત શાંત રહે છે પરંતુ, સમગ્ર પરિવારને ખબર છે કે સલીમ સાહેબની આ ધમકીથી રાતોની ઊંઘ ઉડી ગઈ છે.
સલમાન ખાનના ફેમિલી ફ્રેન્ડનું કહેવુ છે કે, ધમકી મળ્યા બાદ સલમાન ખાન કડક સુરક્ષાની વિરુદ્ધ હતો. સલમાન ખાનને લાગે છે કે, તે જેટલું વધુ ધ્યાન જોખમ પર આપશે, એટલો જ વધુ અટેન્શન સિકરને લાગશે કે તે જે ઈચ્છે છે તે એ કરવામાં સફળ થઈ ગયો છે. આ ઉપરાંત, સલમાન ખાન એક ભાગ્યવાદી છે. તેનું કહેવુ છે કે, જે જ્યારે થવાનું હશે ત્યારે તે થશે જ. જોકે, પરિવારના પ્રેશરના કારણે તેણે પોતાની ઈદ રીલિઝ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ના પોસ્ટ-પ્રોડક્શનના કામને છોડીને તમામ આઉટિંગમાં કાપ મુકી દીધો છે.
જણાવી દઈએ કે, કાળિયાર મામલાને લઈને સલમાન ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી ઘણીવાર ધમકીઓ મળી ચુકી છે. હાલમાં જ લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કહ્યું હતું કે, તેનું લક્ષ્ય સલમાન ખાનને જાનથી મારવાનું છે. તેણે કહ્યું હતું કે, તેના મનમાં નાનપણથી જ સલમાન ખાન માટે ગુસ્સો ભર્યો છે. લોરેન્સ બિશ્નોઈએ એવુ પણ કહ્યું હતું કે, સલમાન ખાન તેના બીકાનેર સ્થિત મંદિરમાં જઈને તેના સમાજ પાસે માફી માંગે નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp