- Entertainment
- સલમાને કરી સંગીતા બિજલાનીને કિસ, લોકો બોલ્યા- પહેલા-પહેલા પ્યાર હૈ....
સલમાને કરી સંગીતા બિજલાનીને કિસ, લોકો બોલ્યા- પહેલા-પહેલા પ્યાર હૈ....
બોલિવુડના ભાઈજાન સલમાન ખાન આજે 57 વર્ષનો થઈ ગયો છે. સોમવારે મોડી રાતે તેણે બાન્દ્રામાં પોતાના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં બોલિવુડના મોટાભાગના તમામ સ્ટાર્સ અને શાહરુખ સહિત તેના નજીકના લોકો આવી પહોંચ્યા હતા. પાર્ટીના વીડિયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેમાં સલમાન ખાનનું શાહરુખ ખાનને હગ કરવાથી લઈને સંગીતા બિજલાનીને કિસ કરવાનો વીડિયો ઘણો ચર્ચામાં છે. જણાવી દઈએ કે સલમાન ખાન અને શાહરુખ ઘણા લાંબા સમય સુધી એકબીજાથી ખફા રહ્યા હતા.

સંગીતા બિજલાની સલમાન ખાનની એક્સ-ગર્લફ્રેન્ડ છે. બંનેના સંબંધ લગ્ન સુધી પહોંચી ગયા હતા પરંતુ અચાનક તેમનો સંબંધ તૂટી ગયો હતો. સલમાન ખાનના જન્મદિવસ પર તેને શુભેચ્છા પાઠવવા માટે તેના ચાહનારા આવી પહોંચ્યા હતા. આ ઉજવણી તેના પનવેલ ખાતેના ફાર્મ હાઉસ પર હનીં પરંતુ બાન્દ્રામાં રાખવામાં આવી હતી. પાર્ટીમાં સલમાનની કેક પણ ઘણી ચર્ચામાં રહી હતી. સલમાન ખાનની આ પાર્ટીમાં તેની બહેનો અર્પિતા, અલવીરા, ભાઈ સોહેલ ખાન, અરબાઝ ખાન, સોનાક્ષી સિંહા, તબ્બુ, રિતેશ-જેનેલિયા, લુલિયા, સંગીતા બિજલાની સહિતના સિલેબ્સ આવી પહોંચ્યા હતા.

શાહરુખ ખાનની એન્ટ્રી ઘણે મોડેથી થઈ હતી. જોકે જ્યારે શાહરુખ અને સલમાન મળ્યા તો સૌની નજર તેમની પર જ અટકેલી હતી. સલમાને શાહરુખને ગળે લગાડ્યો તો લોકોને કરણ-અર્જુનની યાદ આવી ગઈ હતી. તેની સાથે સંગીતા બિજલાની પાર્ટીની હાઈલાઈટ રહી હતી.
જ્યારે પાર્ટીના અંતમાં સંગીતા જઈ રહી હતી તો સલમાન તેને મૂકવા માટે બહાર આવ્યો હતો. બંનેએ ફોટોગ્રાફર્સની સામે પોઝ આપ્યા હતા. જતી વખતે સલમાન અને સંગીતા એકબીજાને ગળે મળ્યા હતા અને ઘણા સમય સુધી હગ કરતા રહ્યા પછી સલમાન ખાને ઘણા પ્રેમથી સંગીતા બિજલાનીના માથા પર કિસ કરી હતી.

તે બંનેનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ તેમના આ વીડિયોને ક્યુટ કહ્યો છે. તો એક યુઝરે કોમેન્ટ કરી છે કે, ઓહ માઈ ગોડ.. બે એક્સ લવર્સ.. દુખદ, હૈરાની થાય છે કે તેમના દિમાગમાં શું આવતું હશે. બંનેના લગભગ લગ્ન પણ નક્કી થઈ ગયા હતા.

