ઈદ પર સલમાન ખાનનો જાદુ, 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની કમાણી બીજા દિવસે 63% વધી
અભિનેતા સલમાન ખાને આ ઈદ પર ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' દ્વારા ચાહકોને ઈદની ભેંટ આપી હતી. પૂજા હેગડે આ ફિલ્મમાં સલમાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી અને પલક તિવારી સિવાય શહનાઝ ગિલે ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મે પહેલા દિવસે લગભગ 16 કરોડનું કલેક્શન કર્યું હતું, જ્યારે બીજા દિવસે ફિલ્મની કમાણી લગભગ 63 ટકા વધી છે. જાણો આ અહેવાલમાં કલેક્શન.
#SalmanKhan’s superstardom is on display as #KisiKaBhaiKisiKiJaan witnesses remarkable growth on Day 2 [#Eid]… Biz escalates across the board… #SalmanKhan + #Eid = 🔥🔥🔥… Fri 15.81 cr, Sat 25.75 cr. Total: ₹ 41.56 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) April 23, 2023
The lukewarm biz at metros on Day 1 was… pic.twitter.com/q9S4q1XFGo
સલમાન ખાન અને પૂજા હેગડેની ફિલ્મ ઈદના ખાસ અવસર પર રિલીઝ થઈ છે. સલમાન 'ભારત' પછી લગભગ 4 વર્ષ પછી ઈદ પર આવ્યો છે. ફિલ્મે 21 એપ્રિલના રિલીઝના દિવસે 15.81 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ બીજા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. ફિલ્મે બીજા દિવસે 25.75 કરોડનું કલેક્શન કર્યું છે. પહેલા દિવસના હિસાબે બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં 62.87 કરોડનો વધારો થયો છે. ફિલ્મનું કુલ કલેક્શન 41.56 કરોડ રૂપિયા થઈ ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની આગામી ફિલ્મ ટાઇગર 3 છે, જેમાં પઠાણ તરીકે, શાહરૂખ ખાનનો કેમિયો જોવા મળશે. યશ રાજની સ્પાય યુનિવર્સ આ ફિલ્મ સાથે આગળ વધશે. જ્યારે, ટ્રેડ વિશ્લેષકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકો કરી શકે છે. અહીં તમને યાદ અપાવી દઈએ કે, અગાઉ સ્પાય યુનિવર્સની ફિલ્મ 'પઠાણ' સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની છે. જ્યારે, આ ફિલ્મે વિશ્વભરમાં એક હજાર કરોડથી વધુની કમાણી કરી છે.
સલમાન ખાનના કામ વિશે વાત કરીએ તો, 'દબંગ' ખાનની આગામી ફિલ્મોમાં સૂરજ બડજાત્યા સાથેની ફિલ્મ અને 'નો એન્ટ્રી'ની સિક્વલનો સમાવેશ થાય છે. અહીં તમને બતાવી દઈએ કે, ટાઇગર 3 પાસેથી દરેકને ઘણી અપેક્ષાઓ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ નવા રેકોર્ડ બનાવશે. સમાચારમાં કિક 2 પણ છે, પરંતુ તેના વિષે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
હોલીવુડના વેપાર વિશ્લેષક ગીતેશ પંડ્યાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના US/કેનેડા કલેક્શન વિશે જણાવ્યું છે. ટ્વીટ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે US અને કેનેડાના થિયેટરોમાં લગભગ 300,000 ડૉલર (રૂ. 24 લાખ)નું કલેક્શન કર્યું છે. જ્યારે, એવું કહેવામાં આવે છે કે, ફિલ્મ સપ્તાહના અંત સુધી 10 લાખ ડૉલર (8 કરોડ રૂપિયા) સુધીની કમાણી કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp