ફ્લોપ થતી ફિલ્મો પર સલમાન ખાને કહ્યું- તમે ખરાબ ફિલ્મ બનાવશો તો કેવી રીતે ચાલશે?

PC: aajtak.in

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝ પહેલા સલમાને એક એવોર્ડ શોની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. દબંગ ખાને પ્રેસ કોન્ફરન્સમાં ખુલીને વાત કરી હતી. વાતચીત દરમિયાન સુપરસ્ટારે બોલિવૂડની ફિલ્મો વિશે વાત કરી. તેણે એ પણ જણાવ્યું કે, શું કારણ છે કે ફિલ્મો બોક્સ ઓફિસ પર સતત ફ્લોપ થઈ રહી છે.

એવોર્ડ શોની પ્રેસ કોન્ફરન્સમાં ફ્લોપ હિન્દી ફિલ્મો વિશે વાત કરતાં સલમાન કહે છે, 'ખોટી ફિલ્મો બની રહી છે. તેથી જ તે બોક્સ ઓફિસ પર ફ્લોપ જાય છે. ફિલ્મ મેકર્સને લાગે છે કે તેઓ શાનદાર ફિલ્મો બનાવી રહ્યા છે, પરંતુ એવું હોતું નથી.'

તે આગળ કહે છે, 'હું ઘણા સમયથી આ વાત કહી રહ્યો છું કે, અમારી હિન્દી ફિલ્મો ચાલી રહી નથી. જો તમે ખરાબ ફિલ્મ બનાવશો તો તે કેવી રીતે ચાલશે? હવે દરેકના મનમાં એવું હોય છે કે, અમે 'મુગલ-એ-આઝમ' બનાવી રહ્યા છીએ, અમે 'શોલે' બનાવી રહ્યા છીએ, અમે 'હમ આપકે હૈ કૌન' અને 'દિલવાલે દુલ્હનિયા' જેવી ફિલ્મો બનાવી રહ્યા છીએ. પરંતુ તે બનતી નથી. હું કેટલાક નિર્દેશકોને મળ્યો છું. તે પુરા ભારતને અંધેરીથી કોલાબા સુધી જ સમજે છે. એ ભારત નથી. રેલવે સ્ટેશનની બીજી બાજુ હિન્દુસ્તાન છે. આજના દિગ્દર્શકોને લાગે છે કે તેઓ શાનદાર ફિલ્મો બનાવશે. પરંતુ આવું થતું નથી.'

આગળ હસતાં સલમાન ખાને તેની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કી જાન'નું પ્રમોશન પણ કર્યું હતું. તે કહે છે, 'ફિલ્મ 21 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. તમે બધા ફિલ્મ જોવા જજો. ખૂબ જ મહેનતથી બનાવી છે. આ ક્લિપને ભૂલી જજો, નહીં તો પછી તમે જ કહેશો કે, તમે કેટલું બધું બોલતા હતા અને તમે જ તમારી જાતે કેવી ફિલ્મ બનાવી છે.' સલમાનની આ વાત સાંભળીને ત્યાં હાજર લોકો જોર જોરથી હસવા લાગ્યા.

'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે. ફિલ્મના નિર્માતા સલમાન ખાન છે. ફિલ્મની વાર્તા ભાઈજાન (સલમાન ખાન)ના જીવન પર આધારિત છે. ભાઈજાન એક ઈમાનદાર માણસ છે, જે વિવાદોનું સમાધાન કરવા માટે હિંસાનો ઉપયોગ કરે છે. પરંતુ તેની ગર્લફ્રેન્ડના આગમન પછી, તે સુધારવાનું નક્કી કરે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

'કિસી કા ભાઈ કિસી કી જાન' એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. રાઘવ જુયાલ, શહનાઝ ગિલ, પલક તિવારી, સિદ્ધાર્થ નિગમ અને જસ્સી ગિલ જેવા સ્ટાર્સ પણ સલમાન ખાન અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

તો શું તમે આ ઈદ પર 'કિસી કા ભાઈ કિસી કી જાન' જોવા જઈ રહ્યા છો ને?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp