સલમાન બોલ્યો-બધી ગર્લફ્રેન્ડ સારી હતી, પરંતુ મારામાં જ ફોલ્ટ છે, પહેલી ગઇ તો..
સલમાન ખાન પોતાની ફિલ્મો સિવાય પોતાના લવ અફેર્સના કારણે લાઇમલાઇટમાં રહે છે. સલમાન ખાને અત્યાર સુધી લગ્ન કર્યા નથી અને દરેક જાણવા માગે છે કે સલમાન ખાન સેટલ ક્યારે થશે. જો કે, એક્ટર ઘણી એક્ટ્રેસો સાથે ડેટ કરી ચૂક્યો છે અને તેની લવ સ્ટોરી દરેકને ખબર છે. આ દરમિયાનન એક ઇન્ટરવ્યૂમાં એક્ટર સલમાન ખાને જણાવ્યું કે તે લગ્ન ક્યારે કરશે. સાથે જ સલમાન ખાને સ્વીકાર્યું પણ કે તેની બધી ગર્લફ્રેન્ડ સારી હતી, પરંતુ તેનામાં જ ફોલ્ટ છે.
સલમાન ખાને શૉ ‘આપ કી અદાલત’માં પોતાની અંગત જિંદગી બાબતે ખૂલીને વાત કરી. એક્ટરે કહ્યું કે, ફોલ્ટ મારામાં જ છે કેમ કે જ્યારે એક જાય છે તો ફોલ્ટ તેનામાં હતો. બીજી જાય છે તો ફોલ્ટ તેનામાં જ હતો. ત્રીજી જાય છે તો તેનામા જ, ચોથીમાં થોડી શંકા આવે છે કે ફોલ્ટ તેમાં છે કે મારામાં. પાંચમી પણ.. 60 થી 40નો. તેનાથી વધારે જ્યારે જવા લાગે છે તો તે કન્ફર્મ કરી જાય છે કે ફોલ્ટ મારો જ હતો. મારો જ હતો. તો તેમાં કોઈનો દોષ નથી. મારો જ દોષ છે.
તેણે કહ્યું કે, કદાચ જ ડર હોય કે હું તેને એ જિંદગી, એ સુખ નહીં આપી શકું જે તેના મનમાં છે. મને લાગે છે કે બધા પોત પોતાની જગ્યાએ ખૂબ ખુશ છે. સલમાન ખાનને તેના લગ્નને લઈને પૂછવામાં આવ્યું કે તે લગ્ન ક્યારે કરશે? તેના પર સલમાન ખાને કહ્યું કે, જ્યારે ઉપરવાળો ઇચ્છશે. લગ્ન માટે 2 લોકોની જરૂરિયાત હોય છે. પહેલા મામલામાં લગ્ન થયા નહીં. જ્યારે મેં હા કહ્યું તો કોઈએ કહ્યું નહીં. હવે બંને તરફથી ‘ના’ છે. બંને પક્ષોના ‘હા’ કહેવા પર લગ્ન થઈ જશે. અત્યારે પણ સમય છે.
સલમાન ખાને કહ્યું કે, હું 57 વર્ષનો છું. હું ઈચ્છું છું કે આ વખત એ પહેલું અને છેલ્લું હોય. મતલબ એક પત્ની હોવી જોઈએ. શૉમાં સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે, શું તે પોતાના ઓટોબાયોગ્રાફીમાં પોતાની બધી પ્રેમ કહનીઓની ડિટેલ્સ બાબતે શેર કરશે. તેના પર સલમાન ખાને હસતા જવાબ આપ્યો કે, મારી લવ સ્ટોરીઝ મારી સાથે સાથે કબરમાં જશે. હાલમાં જ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને જણાવ્યું હતું કે તે લગ્ન કરવા માગતો નથી, પરંતુ પિતા જરૂર બનવા માગે છે. તેણે કરણ જોહરની જેમ લગ્ન કર્યા વિના સરોગેસીના માધ્યમથી બાળકનો પ્લાન કર્યો હતો, પરંતુ તેનો આ પ્લાન સફળ થઈ શક્યો નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp