ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ સલમાનને આપી જેલથી ધમકી, બોલ્યો- માફી માગ નહિ તો...

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ ચર્ચામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ ફરી એક વખત સલમાન ખાનને ધમકી આપી છે. બંઠીડા જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇએ ચેતવણી આપી હતી કે એક્ટર સલમાન ખાને વર્ષ 1998માં કાળા હરણને મારવા માટે માફી માગવી જોઈએ. નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ. જેલથી એક ટી.વી. ચેનલ સાથે ફોન પર વાતચીત કરતા લોરેન્સ બિશ્નોઇએ કહ્યું કે, જેલોમાં સુરક્ષા સંબંધિત ખામીઓનો ફાયદો ઉઠાવતા તે ફોન પર વાતચીત કરી રહ્યો છે.

તો પંજાબ પ્રશાસને આ વાતનું ખંડન કર્યું છે કે, લોરેન્સ બિશ્નોઇએ ન્યૂઝ ચેનલને બંઠીડા જેલથી ફોન કર્યો હતો. બંઠીડા જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇને ફાયરિંગ અને બળજબરીપૂર્વક વસૂલીના કેસમાં પૂછપરછ માટે ફેબ્રુઆરીમાં રાજસ્થાન લઈ જવામાં આવ્યો હતો. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા પર લોરેન્સ બિશ્નોઇએ કહ્યું કે, હત્યાની યોજના ગેંગસ્ટર ગોલ્ડી બરાડે બનાવી હતી. મૂસેવાલાની ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસામાં હત્યા કરી દેવામાં આવી હતી.

ગોલ્ડી બરાડ કેનેડામાં રહે છે અને તેણે જ સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. લોરેન્સ બિશ્નોઇએ એક સમાચાર ચેનલને જણાવ્યું કે, ગોલ્ડી બરાડે યોજના બનાવી અને મારી ગેંગના સભ્યો સાથે કામ કરતા સિદ્ધુ મૂસેવાલાને મારી નાખ્યો. હું મૂસેવાલાનથી નારાજ હતો કેમ કે પ્રતિદ્વંદ્વી ગેંગને સપોર્ટ કરતો હતો, પરંતુ હું તેની હત્યાના પ્લાનમાં સામેલ નહોતો. લોરેન્સ બિશ્નોઇએ કહ્યું કે, હું સૂતો હતો. કેનેડાના એક મિત્રએ મને ફોન કર્યો અને સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાબતે જણાવ્યું.

લોરેન્સ બિશ્નોઇએ કહ્યું કે, કાળા હરણને મારવા પર સલમાન ખાને અમારા બિશ્નોઇ સમુદાય પાસે માફી માગવી જોઈએ, નહીં તો તે એક્ટર વિરુદ્ધ બદલો લેવાનો પ્રયત્ન કરતો રહેશે. કાળા હરણના કેસ પર હું બાળપણથી જ સલમાન ખાનથી નારાજ રહ્યો છું. તેણે મારા સમુદાયના સભ્યોને પૈસાઓની રજૂઆત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1998માં એક ફિલ્મની શૂટિંગ દરમિયાન સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ અને સોનાલી બેન્દ્રે સાથે રાજસ્થાનના કાંકણી ગામમાં 2 કાળા હરણોને શૂટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ખૂંખાર ગેંગસ્ટરે પોતાને રાષ્ટ્રવાદીના રૂપમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેણે કહ્યું કે, અમે લોકો એ લોકો વિરુદ્ધ છીએ, જે ખાલિસ્તાનની માગ કરે છે અને દેશને વિભાજિત કરવા માગે છે. હું અને મારી ગેંગના સભ્યો આતંકવાદી નહીં, પરંતુ રાષ્ટ્રવાદી છીએ.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.