
બોલિવુડ એક્ટર સલમાન ખાન 57 વર્ષનો થઈ ગયો છે. તેણે પોતાના ફિલ્મી કરિયર દરમિયાન સુંદર સુંદર એક્ટ્રેસો સાથે ડેટ કરી છે. ઘણી એક્ટ્રેસ સાથે તેના અફેર્સ પણ રહી ચૂક્યા છે, પરંતુ તેણે અત્યાર સુધી લગ્ન કર્યા નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો દરેક સભ્ય પૂછી ચૂક્યો છે કે તે અત્યાર સુધી કુંવારો કેમ છે? જો કે, સલમાન ખાન દરેક વખત આ સવાલનો ઊંધો જવાબ આપીને લોકોની બોલતી બંધ કરી દે છે, પરંતુ આ વખત સલમાન ખાને ખચકાયા વિના એ છોકરીના નામનો ખુલાસો કર્યો છે, જેના કરણે તે અત્યાર સુધી કુંવારો છે. ચાલો તો આ આર્ટિકલમાં આગળ જાણીએ એ બાબતે.
સલમાન ખાન અત્યાર સુધી પૂજાના કારણે કુંવારો છે. પૂજા કોઈ બીજી નહીં, પરંતુ ‘ડ્રીમ ગર્લ 2’નો આયુષ્યમાન ખુરાના છે. હા.. હા.. હા.. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અને આયુષ્યમાન ખુરાનાએ પોતાની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ અને ‘ડ્રીમ ગર્લ 2’ને પ્રમોટ કરવાની આ અનોખી રીત શોધી છે. સામે આવેલા વીડિયોમાં સલમાન ખાન, આયુષ્યમાન ખુરાના સાથે ખૂબ જ રોમાન્ટિક અંદાજમાં વાત કરતો નજરે પડી રહ્યો છે. જો કે, મજા ત્યારે આવે છે જ્યારે અંતમાં સલમાન ખાન કહે છે કે, ‘બધી છોકરીઓએ મને અંધારામાં જ રાખ્યો છે, એટલે કુંવારો જ સારો છું.’
સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 21 એપ્રિલના દિવસે એટલે કે આજે સિનેમાઘરોમાં રીલિઝ થઇ છે. તો આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ 7 જુલાઇના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે. આ વીડિયોમાં આયુષ્યમાન ખુરાનાએ ભાઈજાનને વાયદો કર્યો છે કે ઈદના દિવસે તે ‘ડ્રીમ ગર્લ 2’થી પોતાનો લૂક જાહેર કરશે.
‘ડ્રીમ ગર્લ 2’ના આ મજેદાર ટીઝરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથે જ ફિલ્મ જોવા માટે લોકોનું એક્સાઈટમેન્ટ પણ વધી ગયું છે. તો ટીઝરમાં સલમાન ખાનના અવાજે પણ ફેન્સમાં રસ વધાર્યો છે. રીલિઝ કરવામાં આવેલા ટીઝરને અત્યાર સુધી ઘણા લોકો જોઈ ચૂક્યા છે. તો તેના પર કમેન્ટ કરીને ફેન્સ આયુષ્યમાન ખુરાનાની એક્ટિંગના ખૂબ વખાણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp