26th January selfie contest

એક સમયે હતા જાની દુશ્મન આમીરના ઘરે પહોંચ્યો સલમાન ખાન

PC: chiubaba.com

સુપરસ્ટાર સલમાન ખાને હાલમાં જ શાહરૂખ ખાનની ‘પઠાન’માં પોતાના કેમિયો દ્વારા તમામને ચોંકાવી દીધા. શાહરૂખ અને સલમાનની મિત્રતા ચારેબાજુએ ચર્ચામાં છે. પરંતુ, લાગે છે કે હવે આમીર ખાન અને સલમાન ખાનના સંબંધમાં સુધારો થવા માંડ્યો છે. ગત 24 જાન્યુઆરીએ સલમાન ખાન અચાનક ફ્રેન્ડ આમીર ખાનના ઘરે પહોંચ્યો હતો. ‘પઠાન’ની રીલિઝના એક દિવસ પહેલા સલમાનને આમીરના ઘરની બહાર ક્લિક કરવામાં આવ્યો હતો. જોકે, સલમાન ત્યાં શા માટે ગયો હતો, તેને લઈને કોઈ જાણકારી મળી નથી. પરંતુ, હવે આમીરની બહેન નિખત હેગડેએ એક તસવીર શેર કરી છે. નિખત પોતે પણ ‘પઠાન’નો હિસ્સો છે. નિખતે સોશિયલ મીડિયા પર સલમાન સાથે પોતાની મુલાકાતની એક ઝલક રજૂ કરી છે.

આમીરની બહેન નિખતે ‘પઠાન’માં શાહરૂખની માનેલી માતાનો રોલ પ્લે કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર સલમાન સાથે પોતાની તસવીર શેર કરી છે. તસવીરોમાં સલમાન, નિખત અને આમીરની માતા સાથે પોઝ આપતા દેખાઈ રહ્યા છે. આ તસવીરોની ખાસ વાત એ છે કે તેમાંથી એક તસવીર આમીરે ક્લિક કરી છે. નિખતે તસવીર શેર કરતા લખ્યું, એ લોકો માટે જેઓ આમીરને મિસ કરી રહ્યા હતા.

તસવીરો શેર કર્યા બાદ આમીર અને સલમાનના ફેન્સ તેના પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે. એક ફેને લખ્યું, ઓહ શો ક્યૂટ. આમીર સર, કેમેરામેન. લવ યુ આમીર સર. પોતાના પરિવારને પ્રેમ કરો. તમે આપણા દેશનું ગૌરવ છો. એક ફેને લખ્યું, કેટલી સુંદર ફ્રેમ છે. એક ફેને નિખતને સલમાન અને આમીરની તસવીર શેર કરવા માટે પણ કહ્યું. ‘સુલતાન’ની રીલિઝ બાદથી જ સલમાન અને આમીરના સંબંધો સારા નહોતા. બંને વચ્ચે વાતચીત બંધ હતી. પરંતુ, આ તસવીરો સામે આવ્યા બાદ એટલું સ્પષ્ટ થઈ ગયુ છે કે બંનેના સંબંધો હવે સુધરી રહ્યા છે. 

View this post on Instagram

A post shared by Nikhat Hegde (@nikhat3628)

સોમવારે સાંજે શાહરૂખ મુંબઈમાં ‘પઠાન’ની સફળતાની પાર્ટી કરી રહ્યો હતો. તે માટે યોજાયેલી પ્રેસ મીટમાં શાહરૂખે દર્શકોનો તેમના અપાર પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેણે સ્પેશિયલ અપીયરન્સ માટે સલમાનનો આભાર વ્યક્ત કર્યો. તેણે કહ્યું, એક વ્યક્તિ જે અહીં નથી, મને લાગે છે કે તે આપણે બધા તેને સૌથી વધુ પ્રેમ કરીએ છીએ. ભાઈ અહીં નથી, આ ફિલ્મને આટલી શાનદાર બનાવવા બદલ ધન્યવાદ સલમાન. 

View this post on Instagram

A post shared by Nikhat Hegde (@nikhat3628)

સલમાન હવે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં પૂજા હેગડે અને શહનાઝ ગિલ સાથે દેખાશે. આ ફિલ્મ ઈદ પર એટલે કે 21 એપ્રિલે રીલિઝ થશે. જ્યારે, તેની પાસે કેટરિના અને ઈમરાન હાશ્મી સાથે ‘ટાઇગર 3’ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp