26th January selfie contest

નુક્કડ સિરિયલથી ફેમસ બનેલા સમીર ખખ્ખરની દુનિયાને અલવિદા

PC: livehindustan.com

તમને યાદ હશે કે વર્ષો પહેલા દુરદર્શન પર નુક્કડ કરીને એક સિરિયલ આવતી હતી તેમાં ખોપડીનું પાત્ર ભજવનાર સમીર ખખ્ખરે દુનિયાને અલવિદા કરી દીધી છે. આ સિરયલમાં ખોપડીના પાત્રથી તેઓ જાણીતા બન્યા હતા અને તેમણે શાહરૂખ સાથે સર્કસમાં પણ કામ કર્યુ હતું. હજુ તો દિગ્ગજ એકટર સતીશ કૌશિકના આઘાતમાંથી બોલિવુડ ઇન્ડસ્ટ્રી બહાર નથી આવી ત્યાં અન્ય દિગ્ગજ કલાકારે એક્ઝિટ લઇ લેતા બોલિવુડમાં શોક છવાયો છે.

સમીર ખખ્ખરના પુત્ર ગણેશ ખખ્ખરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મારા પિતા 71 વર્ષના હતા અને તેમને મંગળવારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તેઓ બેહોશ થઇ રહ્યા હતા. એ પછી તબીબને બોલાવવામાં આવ્યા, તબીબની સુચનાથી  બોરિવલીની એક હોસ્પિટલમાં  ICUમાં દાખલ કરવામાં આવ્યા. એ પછી તેમને યૂરિનની મુશ્કેલી ઉભી થતા વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ ધીમે ધીમે તેમના ઓર્ગેન ફેઇલ થવા માંડ્યા. પિતા વહેલી સવારે 4-30 વાગ્યે અવસાન પામ્યા હતા. બુધવારે સવારે સમીર ખખ્ખરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સમીર ખખ્ખર 90ના દશકમાં ફિલ્મોમાં જાણીતો ચહેરો હતા. તેમમે પુષ્પક, શહેનશાહ, રખવાલા, દિલવાલે, રાજા બાબુ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ હતું. 1996માં ખખ્ખર અમેરિકા જઇને વસ્યા હતા અને અમેરિકા જઇને તેમણે એક્ટિંગ છોડી દીધી હતી અને જાવા કોડર તરીકે જોબ શરૂ કરી હતી. 2008માં સમીર ખખ્ખરની નોકરી છુટી ગઇ હતી. અમેરિકામાં તેમને કોઇ એકટર તરીકે જાણતું નહોતું એટલે તેમણે અન્ય નોકરી કરવી પડી હતી.

સમીર ખખ્ખરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમેરિકાથી ભારત પાછા આવીને મિત્રો પાસે એક્ટિંગનું કામ માંગવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યુ હતું કે, મને એ વાતની ખબર હતી કે એ એકટર સારો નથી કહેવાતો જે ચારો તરફ કામની માંગ કરતો રહેતો હોય. ખખ્ખરે કહ્યું હતું  કે, મને એ વાતની પણ જાણ હતી કે જે લોકો મારા કામને ઓળખે છે તેઓ જરૂર હશે તો ચોક્કસ મારો સંપર્ક કરશે.

સમીર ખખ્ખરે પોતાની કારકિર્દીની શરૂઆત નુકક્ડ સિરિયલથી કરી હતી એ પછી તેમણે શાહરૂખ સાથેની સર્કસ સિરિયલમાં ચિંતામણિનું પાત્ર ભજવ્યું હતું. એ ઉપરાંત તેમણે  શ્રીમાન શ્રીમતી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. સંજીવનીમાં ગુડ્ડ માથુરનો રોલ પણ લોકોએ પસંદ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp