
હિન્દી, તામિલ અને તેલુગુ ફિલ્મો સિવાય ટી.વી. પર કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સના ખાને ફેન્સને ગુડ ન્યૂઝ સંભળાવ્યા છે. તે પ્રેગ્નેન્ટ છે અને આ વર્ષે જૂન મહિનામાં માતા બનવાની છે. તેણે કહ્યું કે, તે પોતાના બાળકોને ખોળામાં લેવા માટે ઉત્સુક છે. સના ખાને વર્ષ 2020માં મુફ્તી અનસ સઇદ સાથે લગ્ન કર્યા હતા અને ગ્લેમરસની દુનિયાને અલવિદા કહી દીધી હતી. તે ધર્મના માર્ગે નીકળી પડી હતી. સના ખાન અને તેના પતિ મુફ્તી અનસ સઇદે ઇકરા ટી.વી. ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ગુડ ન્યૂઝના સમાચારોને કન્ફર્મ કર્યા છે કે બંને માતા-પિતા બનવા જઇ રહ્યા છે.
સના ખાને બોલી કે, તે ખૂબ એક્સાઇટેડ છે. તે ઇચ્છે છે કે તેનું સંતાન જલદી જ તેમના ખોળામાં હોય. આ ઇન્ટરવ્યૂમાં જેવા જ મુફ્તી અનસ સઇદે સના ખાનની પ્રેગ્નેન્સીના સમાચાર સંભળાવ્યા તો બધા સવાલ અને વાતો એ જ બાબતે થવા લાગી. સના ખાને પણ પતિની વાતને કન્ફર્મ કરી અને બોલી કે તેઓ બંને જલદી જ પેરેન્ટ્સ બનવાના છે. તેણે કહ્યું કે, તે મધરહૂડ એન્જોઇ કરવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે. આ સમાચાર આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર આ કપલને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
સના ખાન મુંબઇમાં જ મોટી થઇ છે. તેના પિતા મલયાલી મુસ્લિમ કેરળ એન માતા સઇદા મુંબઇની છે. સના ખાને વર્ષ 2005માં લૉ બજેટ એડલ્ટ મૂવી ‘યે હૈ સિક્યોરિટી’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ટી.વી.ની જાહેરાતો પર નજરે પડવા લાગી. પછી સના ખાને સાઉથની ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું. તે સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’માં પણ કામ કરી ચૂકી છે. સના ખાને રિયાલિટી શૉ ‘બિગ બોસ’ની છઠ્ઠી સીઝનમાં હિસ્સો લીધો હતો. તેને આ શૉથી ખૂબ પોપ્યુલારિટી મળી હતી. જો કે, તે આ શૉ જીતી શકી નહોતી.
સના ખાને વર્ષ 2019માં કોરિયોગ્રાફર Melvin Louis સાથે પોતાના રિલેશનશિપ કન્ફર્મ કર્યા હતા, પરંતુ આ સંબંધ વધારે દિવસ સુધી ન ચાલી શક્યા અને ફેબ્રુઆરી 2020માં તેમણે પોત-પોતાના રસ્તા અલગ કરી લીધા. 8 ઓક્ટોબર 2020ના રોજ સના ખાને સોશિયલ મીડિયા પર ઇન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરીને બધાને હેરાન કરી દીધા હતા. 21 નવેમ્બર 2020ના રોજ સના ખાને મુફ્તી અનસ સઇદ સાથે સુરતમાં લગ્ન કરી લીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp