સના ખાને પહેલા જ દિવસથી બાળકને કુરાન સંભળાવવાનું શરૂ કર્યુ, પુત્રની ઝલક બતાવી

PC: instagram.com/iamsana_9/

બોલિવુડને અલવિદા કહેનારી અભિનેત્રી સના ખાને તાજેતરમાં બાળકને જન્મ આપ્યો ત્યારે સોશિયલ મીડિયા પર અલ્લાહનો આભાર વ્યકત કરતો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેને લોકોએ ખાસ્સો વખાણ્યો હતો. હવે સના ખાને ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને કહ્યું છે કે, બાળકના જન્મના પહેલાં દિવસથી તેને કુરાન સંભળાવવાનું શરૂ કર્યું છે. સાથે સનાએ બાળકની ઝલક પણ બતાવી છે.

‘બિગ બોસ’ ફેમ સના ખાને તાજેતરમાં બાળકને જન્મ આપ્યો હતો અને  એ પછી બાળકનું નામ પણ બતાવ્યું છે. જે એકદમ ખાસ છે. હવે સના ખાને ઇન્સ્ટાગ્રામ પર એક નાનકડો વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના પુત્ર તારિક જમીલને કુરાન સંભળાવી રહી છે. આ વીડિયોમાં સનાએ કુરાન સાંભળતા તેના બાળકની ઝલક પણ બતાવી છે.સનાએ કહ્યુ કે, તેણીએ એ વાતને પ્રાથમિકતા આપી છે કે તેનું સંતાન પહેલે દિવસથી જ કુરાન સાંભળે.

કુરાન સાંભળતી વખતે તમે જોઈ શકો છો કે બાળક પારણામાં રમી રહ્યું છે જ્યારે કેટલાક રમકડા ઉપર લટકેલા છે. સના ખાને વીડિયોમાં એક કેપ્શન પણ લખ્યું છે, જેમાં લખ્યું છે, હું મારા બાળકને પહેલા દિવસથી કુરાન સંભળાવી રહી છું. આ સિવાય સનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક અન્ય વીડિયો શેર કર્યો હતો જેમાં તેના પતિ મુફ્તી અનસ સૈયદ તેમના બાળક સાથે સમય પસાર કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં બાળકે પોતાના નાના હાથ વડે સનાના પતિની એટલે કે બાળકના પિતાની આંગળી પકડી રાખી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Almiftaah (@almiftaah)

સનાએ વીડિયો કેપ્શનમાં લખ્યું કે, બાબા કે સાથ. એક ઇન્ટરવ્યૂમાં સનાએ માં બનવા વિશે વાત કરી છે. તેણે કહ્યુ કે માં બનવું એ દુનિયાની સૌથી સારી ભાવનાઓમાંથી એક છે અને આ સમયે તેનો અહેસાસ એકદમ ખાસ છે. દુનિયામાં એક નવું જીવન લાવવું અકલ્પનીય છે,મને હજું પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે તે મારું બાળક છે. એવું લાગે છે કે હું કોઇ બીજાના બાળકને મળવા આવી છું.

સના ખાને આગળ કહ્યું કે, તે જીવનભરની જવાબદારી છે અને બાળકના જીવનમાં જે કંઈ સારું કે ખરાબ થાય છે તેના માટે તમે જવાબદાર છો. આ તબક્કા દરમિયાન સ્ત્રી ઘણા ફેરફારોમાંથી પસાર થાય છે. જ્યારે તમારું બાળક રડે છે ત્યારે તમે અસહાય અનુભવો છો. તે એટલો નાનો છે કે તમને ખબર નથી કે તેને કેવી રીતે પકડી રાખવો. તેથી, અત્યારે મારા સાસુ તેના ડાયપર બદલી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp