સંજય દત્તની 34 વર્ષીય દીકરીએ બતાવ્યા શરીર પરના નિશાન, સાવકી માતાએ કહી આ વાત

PC: indiatoday.in

બોલીવુડ એક્ટર સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્ત ઈન્સ્ટાગ્રામ સેન્સેશન છે, ત્રિશાલા વ્યવસાયે એક મનોચિકિત્સક છે અને હંમેશાં માનસિક સ્વાસ્થ્યને લઈને લોકોને જાગૃત કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટો માટે જાણીતી છે, હવે આ સ્ટાર ડોટરે પોતાના બોડી પર પડેલા સ્ટ્રેચ માર્ક્સને ફ્લોન્ટ કરતા ફોટો શેર કર્યા છે.

પહેલી પત્નીની દીકરી છે ત્રિશાલા

ત્રિશાલા દત્ત સંજય દત્ત અને તેની પહેલી પત્ની ઋચા શર્માની દીકરી છે, ત્રિશાલા પોતાની સાવકી માતા માન્યતા દત્તના પણ ખૂબ જ નજીક છે, ત્યારે માન્યતાએ પણ ત્રિશાલાના આ ફોટો પર કમેન્ટ કરી છે, જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.

ત્રિશાલા દત્તે શેર કર્યો ફોટો

18 જુલાઈ, 2022 એ ત્રિશાલા દત્તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક સુપર હોટ ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટોમાં ત્રિશાલા બેકલેસ વ્હાઈટ કટ-આઉટ ડ્રેસમાં જોવા મળી રહી છે, તેને મિનીમલ એક્સેસરીઝની સાથે પોતાના લૂકને સોફ્ટ રાખ્યું છે, તેને ઓન-પોઈન્ટ લૂકને ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધું છે. જો કે, આ તેની સ્ટ્રેચ માર્ક બતાવવાની રીત હતી, ત્રિશાલા ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોતાના સ્ટ્રેચ માર્કને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

સ્ટ્રેચ માર્કને લઈને કહી આ વાત

આની સાથે જ, ત્રિશાલાએ એક લાંબી પોસ્ટ લખી અને પોતાના સ્ટ્રેચ માર્ક્સ વિશે વાત કરી, તેને કહ્યું કે, ‘આ નિશાન તેને વેટ લૂઝ જર્નીની યાદ અપાવે છે.’ ત્રિશાલાએ આ પણ ખુલાસો કર્યો કે, વર્ષોથી નિશાન ઓછા થઇ ગયા છે, પણ તે હજુ પણ ગર્વથી ફ્લોન્ટ કરે છે. જલદી જ તેની સાવકી માતા, માન્યતાએ એક આગના ઈમોજી સાથે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

સોશિયલ મીડિયા પર રહે છે ખૂબ જ એક્ટીવ

થોડા સમય પહેલા, ત્રિશાલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર સ્ટ્રેપી એકવા બ્લૂ ડ્રેસમાં પોતાનો લૂક શેર કર્યો હતો, જેમાં તે હંમેશાંની જેમ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી, જ્યાં આપણે બધાને તેનો લૂક પસંદ આવ્યું, ત્યારે તેની સાવકી માતા, માન્યતાને હજુ પણ વધારે પસંદ આવ્યું. તેને તરત જ ત્રિશાલાની પોસ્ટ પર કમેન્ટ કર્યું હતું અને લખ્યું હતું, ‘સુંદર’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp