26th January selfie contest

બિગબોસ ફેઇમ સપના ચૌધરી પર થયો કરિયાવર માગવાનો કેસ, ક્રેટા કાર માગેલી

PC: indiatoday.in

હરિયાણાની પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરીના ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સપના ચૌધરી સહિત તેની માતા અને ભાઇ વિરુદ્ધ કરિયાવર માટે અત્યાચાર કરવાનો કેસ નોંધાયો છે. કરિયાવરમાં ક્રેટા ગાડી માગવાની વાત સામે આવી રહી છે. સાથે જ ત્રણેય પર મારામારી કરવાનો પણ આરોપ લાગ્યો છે. એટલું જરૂર છે કે સપના ચૌધરી અને તેના પરિવાર વિરુદ્ધ ફરીદાબાદના પલવલ મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસે કેસ નોંધ્યો છે.

શું છે આખો મામલો?

હરિયાણાની પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી, તેનો ભાઇ કરણ અને માતા વિરુદ્ધ પલવલના મહિલા પોલીસ સ્ટેશનમાં કરિયાવર માટે અત્યાચાર કરવા, મારામારી સહિત ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેસ સપના ચૌધરીની ભાભીએ નોંધાવ્યો છે. નોંધાયેલા કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કરિયાવરમાં ક્રેટા કારની માગ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે ક્રેટા ન આપવામાં આવી તો પીડિતા સાથે અત્યાચાર અને મારામારીનો સિલસિલો શરૂ થયો. હાલમાં પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

હરિયાણાની પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી ફરી એક વખત વિવાદોમાં આવી ગઇ છે. આ વખત તેના ભાઇ કરણ સહિત માતા નીલમ ચૌધરી પર કરિયાવર માગવા અને મારામારી કરવા અને ભાઇ પર અપ્રાકૃતિક યૌન શોષણ કરવા જેવા ગંભીર આરોપ લાગ્યા છે. પલવલની રહેવાસી સપના ચૌધરીની ભાભીએ મહિલા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં કહ્યું છે કે, વર્ષ 2018માં તેના લગ્ન નજફગઢના રહેવાસી સપના ચૌધરીના ભાઇ કરણ સાથે થાય હતા, જેમાં લગ્ન પર તેના પરિવારે 42 તોલું સોનું અને કરિયાવરનો બાકી સામાન પણ આપ્યો હતો.

એ સિવાય તેણે લગ્નનું આયોજન દિલ્હીની હોટલમાં કરવા કહ્યું હતું, જેનો ખર્ચ લગભગ 42 લાખ રૂપિયા હતો. સાથે જ 3 લાખ રૂપિયા મિલનીમાં ખર્ચ થયા હતા. આરોપ છે કે, લગ્ન બાદ જ તેના પર કરિયાવર માટે અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો અને તેની સાથે ઘણી વખત મારામારી કરવામાં આવી. જ્યારે પીડિતાની દીકરીનો જન્મ થયો તો તેના સાસરિયાવાળાએ ક્રેટા ગાડીની માગ કરી. ફરિયાદ મુજબ છુઠ્ઠીમાં પીડિતાના પિતાએ 3 લાખ રોકડ, સોનું, ચાંદી અને કપડાં આપ્યા. ક્રેટા ગાડી ન મળવા પર તે તેના પર ક્રેટા ગાડી લાવવા માટે અત્યાચાર કરવા લાગ્યા.

26 મે 2020ના રોજ તેના પતિએ દારૂના નશામાં તેની સાથે મારામારી કરી અને અપ્રાકૃતિક યૌન સંબંધ બનાવ્યા. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 6 મહિના અગાઉ તે પોતાના પિતાના ઘરે પલવલ આવી ગઇ, જેની ફરિયાદ તેણે મહિલા પોલીસને આપી. મહિલા પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા તેમાં પીડિત પતિ કરણ, નણંદ સપના ચૌધરી, માતા નીલમ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. આ કેસમાં કોઇ પણ આરોપીની ધરપકડ થઇ નથી. પોલીસનું કહેવું છે કે તપાસ કરવામાં આવી રહી છે. DSP સતેન્દ્ર આખી ઘટનાની તપાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp