સારાને મળવા પહોંચ્યો શુભમન ગિલ? એરપોર્ટ પર આ રીતે નજરે પડ્યા

શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચમાં પોતાના T20 ઇન્ટરનેશનલ કરિયરની પહેલી સદી બનાવીને ઇતિહાસ રહી દીધો છે. શુભમન ગિલે 63 બૉલમાં નોટઆઉટ 126 રનની ઇનિંગ રમી હતી. ક્યાં એક તરફ શુભમન ગિલ ક્રિકેટના મેદાન પર રન બનાવવામાં વ્યસ્ત છે, તો તેના ફેન્સ તેની લવ લાઇફ બાબતે અનુમાન લગાવવામાં બીઝી છે. મોસ્ટ વોન્ટેડ બેચલર શુભમન ગિલનું નામ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર, સોનમ બાજવા જેવા ફેમસ સેલિબ્રિટીઓ સાથે જોડાઇ ચૂક્યું છે.

આ દરમિયાન તેનું નામ હવે બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે જોડવામાં આવી રહ્યું છે. શુભમન ગિલ સાથે જોડાયેલી એક તસવીર સામે આવી છે. નેટિજન્સમાંથી એકે એરપોર્ટથી કથિત પ્રેમી પંખીડાઓ, સારા અલી ખાન અને શુભમન ગિલની એક તસવીર શેર કરી છે. શુભમન ગિલ આ સમયે અમદાવાદમાં છે અને તેની વાયરલ તસવીર કથિત રીતે શહેરના એરપોર્ટ પર ક્લિક કરવામાં આવી છે. તસવીરમાં શુભમન ગિલ અને સારા અલી ખાન એક-બીજા સાથે વાતચીત કરતા સૌથી અલગ હટીને જોઇ શકાય છે.

જો કે, સારા અલી ખાન અને શુભમન ગિલે પોતાનાઆ સંબંધો બાબતે કશું જ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ આ તસવીર ક્યાંક ઇશારો કરે છે કે બંને એક બીજાને ડેટ કરે છે. બોલિવુડ લાઇફના રિપોર્ટ મુજબ, સારા અલી ખાનના નજીકના લોકોએ ખુલાસો કર્યો છે કે આ તસવીર જૂની છે કેમ કે એક્ટ્રેસ ઘણા સમયથી મુંબઇમાં જ છે અને તે અમદાવાદ ગઇ નહોતી. રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સારા અલી ખાન શુભમન ગિલની મેચમાં સામેલ થઇ નથી, કેમ કે તે મુંબઇમાં પોતાની ફિલ્મોને પૂરી કરવામાં વ્યસ્ત છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ શુભમન ગિલને સોનમ બાજવાના ટોક શૉ, ‘દિલ દિયા ગલ્લા’માં દિલ ખોલીને વાત કરતો જોવા મળ્યો હતો. આ ટોક શૉમાં શુભમન ગિલને બોલિવુડમાં સૌથી ફિટ મહિલા એક્ટ્રેસનું નામ પૂછવામાં આવ્યું, તેના પર શુભમન ગિલે સમય બગાડ્યા વિના સારાનું નામ લીધું હતું. ત્યારે સોનમ બાજવાએ શુભમન ગિલને પૂછ્યું હતું કે, શું તે સારા સાથે ડેટ કરી રહ્યો છે? આ સવાલ પર તેણે જવાબ આપ્યો હતો કે, ‘બની શકે.’ શુભમન ગિલના નિવેદને સારાને ડેટ કરવાની ચાલી રહેલી અટકળોને વધુ હવા આપી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.