શ્રાવણમાં શિવ ભક્તિમાં ડૂબી સારા અલી ખાન, અમરનાથ યાત્રાનો વીડિયો સામે આવ્યો

PC: india.com

સારા અલી ખાન બાબા અમરનાથના દર્શન કરવા પહોંચી હતી. તેની અમરનાથ યાત્રાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કડક સુરક્ષા સાથે જોવા મળી રહી છે. સારા અલી ખાનનો આ વીડિયો જોત જોતામાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. ચાલો તમને એ વીડિયો પણ બતાવીએ.

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન શિવની ભક્ત છે. તે ઘણી વખત શિવના દર્શન કરવા દેશના ખૂણે ખૂણે પહોંચે છે. હવે શ્રાવણ મહિનામાં તે અમરનાથ મંદિરમાં દર્શન માટે પહોંચી હતી. 'જરા હટકે જરા બચકે'ની સફળતા પછી સારા અલી ખાન અમરનાથની યાત્રા કરવા પહોંચી છે. અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે લાકડીની મદદથી ચાલતી જોવા મળી રહી છે.

ગુરુવારે બાબા અમરનાથ યાત્રાનો સારા અલી ખાનનો વીડિયો સામે આવ્યો છે. તે શિવના દર્શન કરવા જમ્મુ-કાશ્મીર પહોંચી છે. વીડિયોમાં તે યાત્રાથી પરત ફરી રહી છે. તે લાકડીની મદદથી સીડીઓથી નીચે ઉતરી રહી છે. તેને જોઈને ઘણા ચાહકો થંભી ગયા હતા. તમે જાણો છો કે, અમરનાથ યાત્રા આ વર્ષે 1 જુલાઈથી શરૂ થઈ છે.

વીડિયોમાં સારા અલી ખાન જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા દરમિયાન તેની ટીમ અને સુરક્ષા દળો વચ્ચે મંદિર તરફ આગળ વધતા જોઈ શકાય છે. તેમના ગળામાં લાલ ચૂંદડી છે અને કપાળ પર લાલ ચાંદલો લગાવવામાં આવ્યો છે.

એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, 27 વર્ષીય અભિનેત્રી બુધવારે મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં બાલતાલ જતા સોનમર્ગ રિસોર્ટમાં રોકાઈ હતી અને થાજીવાસ ગ્લેશિયરના અદભૂત દૃશ્યોનો આનંદ માણ્યો હતો.

સારા અલી ખાને તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જ્યાં તે સુંદર પહાડોની વચ્ચે પોઝ આપતી જોવા મળી હતી. અન્ય એક તસવીરમાં તે ચાની ચૂસકી લેતી પણ જોવા મળી હતી. સારાએ સ્થાનિક બાળકો સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ પણ આપ્યા હતા. સારાએ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'જ્યારે આત્મા સંતુષ્ટ થાય છે અને પગ દુખતા હોય છે. પહેલા બકરી સાથે અને પછી બાળકો સાથે મિત્રતા કરી અને પછી ચા પીધી, જે મને ખૂબ ગમે છે.'

સારા અલી ખાને હાલમાં જ કહ્યું હતું કે, મંદિરોમાં જઈને તેને ઘણી શાંતિ મળે છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે, 'લોકોને ઘણીવાર ટ્રોલ કરવાની આદત હોય છે. પરંતુ તે મને અસર કરતું નથી, તે મને આનંદ આપે છે. મંદિર જવા માટે લોકો મને ટ્રોલ કરે છે, પણ મને કોઈ વાંધો નથી. મારું કામ બોલવું જોઈએ તે મહત્વનું છે.'

સારા અલી ખાને આગળ કહ્યું હતું કે, 'જો તમને ગમે તો ઠીક છે, અને ન ગમે તો, એવું નથી કે હું મંદિર નહીં જાઉ. આ મારી અંગત પસંદગી છે. મને મંદિર જવાથી કોઈ રોકી શકશે નહીં. મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરવાથી મને શાંતિ મળે છે. હું ભગવાનનો આભાર માનવા જાઉં છું.'

 
 
 
View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે વિકી કૌશલ સાથે 'ઝરા હટકે જરા બચકે'માં જોવા મળી હતી. જે બોક્સ ઓફિસ પર સારી સાબિત થઈ હતી. આ પહેલા તે OTT પર રિલીઝ થયેલી ફિલ્મ 'ગેસલાઇટ'માં જોવા મળી હતી.

સારા અલી ખાન ટૂંક સમયમાં અનુરાગ બાસુની ફિલ્મ 'મેટ્રો ઇન દિનો'માં જોવા મળશે. જ્યાં તેના સિવાય આદિત્ય રોય કપૂર, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શેખ અને અનુપમ ખેર જેવા સ્ટાર્સ લીડ રોલમાં હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp