શિવરાત્રીના પર્વ પર ભક્તિમય બની સારા અલી ખાન, માથે ચંદન અને ગળામાં..

PC: instagram.com/saraalikhan95

આખા દેશમાં 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓએ મહાદેવના દર્શન કર્યા હતા. એવામાં બી-ટાઉન પણ પાછળ ન રહ્યું અને તમામ સેલિબ્રિટીઓ પણ શિવરાત્રી માનવતા નજરે પડ્યા. આ અનુસંધાને બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાનનું નામ પણ જોડાઈ ગયું છે, જ્યાં તે શિવરાત્રીના પર્વના અવસર પર કેદારનાથ પહોંચીને દર્શન કરતી નજરે પડી. સારા અલી ખાને કેદારનાથ પહોંચીને ભગવાન શિવના દર્શન કર્યા.

તેને આ દરમિયાનની ઘણી તસવીર પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરતા મહાદેવનો જયકારો પણ લગાવ્યો. સારા અલી ખાને તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘જય ભોલેનાથ.’ સારા અલી ખાને મહાશિવરાત્રીના અવસર પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ ભક્તિના રંગમાં ડૂબેલી નજરે પડી રહી છે. એક્ટ્રેસે કેદારનાથ, ઓમકારેશ્વર, ઉજ્જૈનના મહાકાલ મંદિર સહિત તમામ જગ્યાઓથી તસવીરો શેર કરી છે. જેને જોઈને એ કહેવું ખોટું નહીં હોય કે તે પૂરી રીતે શિવભક્તિમાં રંગાઈ છે. એક્ટ્રેસની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારા અલી ખાનની આ તસવીરો પર ફેન્સ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. તેની સાથે જ કમેન્ટ સેક્શનમાં તેના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક યુઝર્સ એવા પણ છે જે તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તમે આ મહાશિવરાત્રીમાં ખૂબ જ પ્રિય લાગી રહ્યા છો. બીજાએ એખ યુઝરે લખ્યું ‘જમીન સાથે જોડેલી છોકરી.. સારા અલી ખાન. અન્ય એક યુઝરે લખ્યું લવ યુ સારા અલી ખાન.’ એક યુઝરે લખ્યું કે, ‘સારા ખાન નામ હોવાથી કોઈ મુસ્લિમ હોતું નથી, ઇસ્લામનું પાલન પણ કરવું જોઈએ. તો અન્ય એક યુઝરે લખ્યું, ‘એક મુસ્લિમ એમ કઈ રીતે કરી શકે છે.

એ સિવાય સાઉથ સિનેમાના એક્ટર રામ ચરણે શિવલિંગના દર્શન કરવાની તસવીરો શેર કરીને મહાશિવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી. એક્ટ્રેસ મોની રોયે પણ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને મહાશિવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી. આ અગાઉ પણ સારા અલી ખાન પોતાની માતા અમૃતા સિંહ સાથે મંદિરોમાં દર્શન માટે પહોંચી ચૂકી છે. આ અગાઉ પણ તેને ઘણી વખત તસવીરો શેર કરી છે જે ખૂબ વાયરલ થઈ છે. તો કેટલાક યુઝર્સનું કહેવું છે કે બધાએ સારા પાસેથી કંઈક શીખવું જોઈએ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp