મહાકાલના દર્શન પર ટ્રોલ થયેલી સારા અલીખાને આપ્યો આ જડબાતોડ જવાબ

PC: dnaindia.com

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાને ઉજ્જૈનમાં મહાકાલમાં ભોલેનાથના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ લીધા. સારાને વિધી વિધાન મુજબ પૂજા કરતી જોઈને કેટલાક મુસ્લિમ લોકોને પસંદ નહોતું આવ્યું અને મુસ્લિમ હોવાના કારણે મંદિરમાં પૂજા કરવા બદલ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.પરંતુ હવે સારા અલી ખાને મંદિરમાં પૂજા કરવાને લઈને ટ્રોલ થવા પર મૌન તોડ્યું છે.સારાએ ટ્રોલર્સને જડબાતોડ આપ્યો છે.

સૈફ અલી ખાનની દીકરી અને અભિનેત્રી સારા અલી ખાન અત્યારે ‘જરા હટકે જરા બચકે’ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે.સોમવારે IPL 2023ની ગુજરાત ટાઇટન્સ અને CSK વચ્ચેની ફાઇનલ મેચમાં સારા અલી ખાન અને અભિનેતા વીકી કૌશનલ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર ગુજરાત ટાઇટન્સનું સમર્થન કરવા પહોંચ્યા હતા. મેદાન પર વીકી કૌશલ અને સારા અલી ખાને મેદાન પર એંકરો સાથે વાતચીત કરી હતી.

હવે સારા અલી ખાન મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા ભગવાન શિવના મંદિર મહાકાલના દર્શન કરવા માટે પહોંચી છે તો કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી હતી. સારાએ મહાકાલ મંદિર જવા પર અભિનેત્રીએ ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો અને કહ્યું કે, લોકો જે ઈચ્છે તે કહી શકે છે. મને વાંધો નથી. તમને સ્થળની ઉર્જા ગમવી જોઈએ. હું ઊર્જામાં માનું છું. હું મારા કામને ખૂબ જ ગંભીરતાથી લઉં છું.

આ સાથે સારાએ કહ્યું ,હું લોકો માટે તમારા માટે કામ કરું છું. જો તમે મને પસંદ ન કરો તો મને ખરાબ લાગશે. પણ મારી કેટલીક અંગત માન્યતાઓ છે. હું એ જ ભક્તિ સાથે અજમેર શરીફ જઈશ જે ભક્તિ સાથે હું બાંગ્લા સાહિબ કે મહાકાલમાં જઈશ. લોકો જે ઈચ્છે તે કહી શકે છે.મને કોઈ વાંધો નથી

ખાસ વાત એ છે કે સારા અલી ખાને મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. મંદિર સમિતિની ભસ્મ આરતીમાં ભાગ લેવા માટે મહિલાઓએ સાડી પહેરવી જરૂરી છે. તો અભિનેત્રીએ પિંક કલરની સાડી પહેરી હતી અને વિધી અનુસાર પૂજા કરી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સામે આવી રહેલી તસ્વીરમાં જોવા મળે છે કે મહાકાલ મંદિરાં આવેલા કોઠી તીર્થ કંડ પાસે અભિનેત્રી ભક્તિભાવમાં લીન થયેલી જોવા મળી રહી છે.સારા અલી ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર મહાકાલની તસ્વીરો શેર કરીને લખ્યુ છે ‘જય મહાકાલ’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp