મોંઘા રિચાર્જથી સારા અલી ખાન પરેશાન, કહ્યું, આટલા બધા રૂપિયા કેમ લે છે સેલ કંપની

સારા અલી ખાન હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ને લઈને ચર્ચામાં છે. તે દરેક જગ્યાએ પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. પરંતુ, આ ફિલ્મ સાથે એક વધુ વાત છે, જેને લઈને સારા ચર્ચામાં છે.

આ વાત છે આંતરરાષ્ટ્રીય ડેટા રોમિંગની.વાસ્તવમાં, જ્યારે પણ તમે તમારા દેશથી બીજા દેશમાં જાઓ છો, તો હોમ નેટવર્ક ઉપલબ્ધ ન હોવાના કિસ્સામાં, તમારે ઇન્ટરનેશનલ ડેટા રોમિંગ પેક લેવું પડે છે, પરંતુ સારા કહે છે કે, તેણે તાજેતરમાં જ બે દિવસ માટે વિદેશ પ્રવાસ કર્યો હતો.આવી સ્થિતિમાં, તેને મોંઘું આંતરરાષ્ટ્રીય રોમિંગ પેક નહીં કરાવ્યું.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, સારાનું કહેવું છે કે તેને એવું કહેવામાં કોઈ વાંધો નથી કે તે કંજૂસ છે. કારણ કે,મેં દરેક પૈસો મહેનતથી કમાયો છે અને દરેક પૈસો બચાવ્યો છે. સારા અલી ખાન તાજેતરમાં IIFA 2023 માટે અબુ ધાબી પહોંચી હતી. અહીં સારા સાથે વાત કરવા માટે, તેના ફિલ્મ નિર્માતાએ તેણીને વાતચીત માટે આંતરરાષ્ટ્રીય રોમિંગ પેક લેવા કહ્યું હતું. નિર્માતા દિનેશ વિજાને સારાને કહ્યું કે આ પેક 400 રૂપિયામાં આવે છે અને તેણે આ પ્લાન લેવો જોઈએ. જોકે, સારાએ આમ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે અબુ ધાબીમાં માત્ર બે દિવસ જ રહેવાની હતી.

તાજેતરમાં કપિલ શર્મા શોમાં પ્રમોશન માટે આવેલી સારા અલી ખાને પોતાની કંજુસાઇ વિશેની વાત જણાવી હતી. સારાએ કહ્યું કે, મારી માતા અમૃતા સિંઘ 1600 રૂપિયાનો ટુવાલ ખરીદીને આવી હતી, જે વિશે મેં મારી માતાને ખખડાવી હતી કે, આટલો મોંઘો ટુવાલ તો કઇ લવાતો હશે?

સારાએ કહ્યું કે તેને અહીં તેના હેર ડ્રેસર પાસેથી હોટસ્પોટ મેળવીને કામ ચલાવી લીધું હતું, કારણ કે તેને આ પેક ખૂબ મોંઘું લાગ્યું. આવી સ્થિતિમાં, એક તરફ સારાની કંજૂસ અને બીજી તરફ ઈન્ટરનેશનલ રોમિંગ પેકને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો કે ઈન્ટરનેશનલ રોમિંગ પેક વિશે તો દરેક જણ જાણતા હશે, પરંતુ જે લોકો તેના વિશે નથી જાણતા, તેમને આ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવીએ.

તે મુખ્યત્વે એક કૉલિંગ પ્લાન અને સેવા છે જે મોબાઇલ ફોનના વપરાશકર્તાઓને વૉઇસ કૉલ કરવા, ઇન્ટરનેટનો ઉપયોગ કરવા અને અન્ય દેશોમાં ટેક્સ્ટ મોકલવા અથવા પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. એક રીતે, તે વિદેશી દેશમાં હોમ ઓપરેટરના મોબાઇલ નંબર અને નેટવર્ક સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે અને કવરેજને વિસ્તૃત કરે છે.

Jio, Vi અને Airtel ત્રણેય કંપનીઓ આંતરરાષ્ટ્રીય રોમિંગ પેક ઓફર કરે છે. Jio તેના યૂઝર્સને કસ્ટમાઇઝ્ડ ઇન્ટરનેશનલ રોમિંગ પેક ઓફર કરે છે. એટલે કે, તમે ભારતની બહાર જે પણ દેશમાં હોવ, તે મુજબ તમે પ્લાન ખરીદી શકો છો. Vodafone-Idea પણ કેટલીક આવી જ સુવિધા આપે છે. એરટેલના આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાન વિશે વાત કરીએ તો, તેના પેક રૂ. 649 થી શરૂ થાય છે. આમાં યુઝર્સને 500mb ડેટા સાથે 100 મિનિટ કોલિંગ અને 10 મેસેજની સુવિધા પણ મળે છે.

Jioના ઇન્ટરનેશનલ રોમિંગ પેક 575 રૂપિયાથી શરૂ થાય છે. આ પ્લાન હેઠળ યુઝરને એક દિવસની વેલિડિટી માટે 100 મિનિટ મળે છે. અને Vodafone-Ideaનું આંતરરાષ્ટ્રીય રોમિંગ પેક રૂ. 295 થી શરૂ થાય છે, જે 3 દિવસ માટે માન્ય છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.