મિસિસ વર્લ્ડ 2022 બનીને સરગમ કૌશલે કર્યું દેશનું નામ રોશન, જુઓ ફોટા

ગઈકાલનો દિવસ દેશ માટે ઘણો ખાસ રહ્યો હતો કારણ કે 21 વર્ષ પછી ભારતે 21 વર્ષ પછી મિસિસ વર્લ્ડ ખિતાબ પોતાના નામ પર કર્યો છે. મિસિસ વર્લ્ડ 2022નો ક્રાઉન સરગમ કૌશલના માથા પર સજ્યો છે. સોશિયલ મીડિયા પર સરગમ કૌશલના ફોટોઝ અને વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે, જેને ફેન્સ ઘણા પસંદ કરી રહ્યા છે. મિસિસ વર્લ્ડ 2022 જીતીને દેશનું નામ રોશન કરીએ છે. ફોટા અને વીડિયોઝમાં તે સરગમ ઘણી સુંદર દેખાઈ રહી છે.
મિસિસ વર્લ્ડ 2022 ઈવેન્ટનું આયોજન અમેરિકામાં કરવામાં આવ્યું હતું. બ્યૂટી કોમ્પિટિશનમાં બોલિવુડના મોટા સ્ટાર્સે હાજર આપી હતી. 21 વર્ષ પછી જ્યારે મિસિસ વર્લ્ડનો ખિતાબ ભારતના નામે થયો છે, તો કોશલ સ્ટેજ પર ઈમોશનલ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર સરગમનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સરગમ તાજ પહેરતી વખતે ઈમોશનલ થઈને રડતી જોવા મળી રહી છે. જોકે આ તેની ખુશીના આસું હતા.
મિસિસ વર્લ્ડ 2022નો તાજ જીત્યા પછી કૌશલને સિલેબ્સની શુભેચ્છા મળવાની શરૂ થઈ ગઈ છે. અદિતી ગોવિત્રીકર, સોહા અલી ખાન, વિવેક ઓબોરોય અને મોહમ્મદ અઝરુદ્દીને સરગમને જીતની શુભેચ્છા પાઠવી છે. અદિતી ગોવિત્રીકરે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને લખ્યું છે- આ જર્મીનો ભાગ બનીને ઘણી ખુશ છું. 21 વર્ષ પછી તાજ પાછો આવ્યો છે. તને દિલથી શુભેચ્છા. 2001માં અદિતિ ગોવિત્રીકરે આ તાજ પોતાના નામ પર કરીને દેશનું ગૌરવ વધાર્યું હતું.
મિસિસ વર્લ્ડનો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કરનારી સરગમ કૌશલ જમ્મુ કાશ્મીરની રહેનારી છે. તે એક શિક્ષક અને મોડલ છે. સરગમના લગ્ન 2018માં થયા છે. લગ્ન પછીથી જ તેના દિલમાં બ્યૂટી પેજન્ટ જીતવાનું ઝૂનુન સવાર બતું. જેના પછી તેણે મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિશ્વાસ અને સુંદરતાને સાથે લઈને અમેરિકાના લાસ વેગાસ પહોંચેલી સરગમ કૌશલ જીતીને જ પાછી ભારત આવી રહી છે.
સરગમ કૌશલ મિસિસ ઈન્ડિયા 2022માં પણ ભાગ લઈ ચૂકી છે અને તેને જીત્યા પછી જે મિસિસ વર્લ્ડ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. લગ્ન પછી સરગમે મિસિસ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો. હવે તેણે આ તાજ જીતીને સાબિત કરી દીધું છે કે જો સપનાની ઉડાણ ઊંચી હોય તો ફરક નથી પડતો કે તમે પરણિત છો કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp