'સસુરાલ સિમર કા' સિરિયલના એક્ટર આશિષ રોયનું નિધન
2020ના આખા વર્ષ દરમિયાન ઘણી જાણીતી હસ્તીઓએ આ દુનિયાને અલંવિદા કહી દીધું છે. કોરોનાની સાથે લોકોને તેમના પસંદગીના કલાકારોને અલવિદા કહેવું પડ્યું છે. તેવામાં થોડા સમય પહેલા લીના આચાર્યનું કિડની ફેલ થવાને લીધે મોત થયું હતું અને હવે ફરીથી એક્ટર આશિષ રોયનું પણ નિધન થઈ ગયું છે. આશિષ રોયનું પણ કિડનીની સમસ્યાને લીધે નિધન થયું છે. આશિષ રોય ઘણા વર્ષોથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. આશિષ રોયે તેમના ઘરેમાં અંતિમ શ્વાસ લીધા હતા. અમતિ બહલે આ અંગેની પુષ્ટી આપી હતી. તેમણે કહ્યું હતું કે આશિષ રોયનું તેમના ઘરે નિધન થયું છે. ડાયરેક્ટર અરવિંદ બબ્બલે મને ફોન પર તેની જાણકારી આપી હતી.
ઘણી ફિલ્મો અને ટીવી શોમાં ભૂમિકા ભજવનાર આશિષ રોયની આર્થિક સ્થિતિ પણ સારી નહતી. તેમની પાસે ઈલાજના પૈસા પણ ન હતા. આ વર્ષના મે મહિનામાં તેમણે પોતાના ફેસબુક પેજ પર ઈન્ડ્સ્ટ્રી અને બીજા લોકો પાસે મદદની માંગણી કરી હતી. કિડનીની સમસ્યાને કારણે તેમનું ડાયાલિસીસ ચાલી રહ્યું હતું,જેના માટે તેમને પૈસાની સખત જરૂર હતી. જાન્યુઆરી 2020માં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી તેમની તબિયત બગડતી જ જતી હતી.
Arre yaar kaisa saal hai kambakht. https://t.co/qiNEITjURH
— Anubhav Sinha (@anubhavsinha) November 24, 2020
Gone too soon Bond #AshishRoy !! Rest in peace my friend 🙏🙏
— manoj bajpayee (@BajpayeeManoj) November 24, 2020
Bond, Ashiesh Roy gone too soon. Rest well my friend.
— Hansal Mehta (@mehtahansal) November 24, 2020
Sad to know about the demise of my dear friend @ashieshroy ever smiling, ever happy . He was a brilliant actor on stage , tv and films & a great human being.
— Ashoke Pandit (@ashokepandit) November 24, 2020
Will miss you my friend .
ॐ शान्ति !
🙏 pic.twitter.com/P3KbSF5mOR
જેથી તેમણે અંતમાં સોશિયલ મીડિયા પર ભગવાનને મોત આપવાની માગણી કરતી પોસ્ટ કરી હતી. 2019માં આશિષને પેરાલિટીક એટેક આવી જતા તેમને લકવો મારી ગયો હતો, જેના કારણે તેમણે હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં આશિષે કહ્યું હતું કે, 2019માં લકવો મારી જવા પછી તે સારા થઈ ગયા હતા, પરંતુ તેમને કોઈ કામ મળતું ન હતું. કામ ન મળવાને લીધે તેમની બધી બચાવેલી રકમ પરિવારના ગુજરાન પાછળ ખર્ચાવા લાગી હતી.
તેમણે કહ્યું હતું કે જો ઈન્ડ્સ્ટ્રીમાં તેમને કામ ન મળ્યું તો તેમની હાલત ખરાબ થઈ જશે. મદદ ન મળતા તેમણે કોલકાતા રહેતી તેમની બહેનને ત્યાં શિફ્ટ થવું પડ્યું હતું. તેમની બંને કિડનીઓ કામ કરતી બંધ થઈ ગઈ હતી અને તેમના શરીરમાં 9 લીટર પાણી ભરાઈ ગયું હતું, જેથી તેમણે ડાયાલિસીસ કરવાની ફરજ પડી હતી. આશિષ રોયે સુસરાલ સિમર કા, બનેગી અપની બાત, બ્યોમકેશ બક્ષી, યસ બોસ, બા બગુ ઔર બેબી, મેરે આંગન મેં, કુછ રંગ પ્યાર કે એસે ભી અને આરંભ જેવી ડઝનો ટીવી ચેનલોમાં કામ કર્યું છે. ટીવી સિવાય તેમણે હોલિવુડની ફિલ્મોમાં ડબિંગ પણ કર્યું છે. તે એક વોઈસ આર્ટીસ્ટ પણ હતા અને તેમણે સુપરમેન રિટર્ન્સ, ધ ડાર્ક નાઈટ, ગાર્ડિયન્સ ઓફ ગેલેક્સી, ધ લિજેન્ડ ઓફ ટારઝન અને જોકર જેવી ફિલ્મોમાં અલગ અલગ પાત્રો માટે ડબિંગ પણ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp