સતીશ કૌશિક કેસમાં નવો ટ્વીસ્ટ, ફાર્મ હાઉસ પર હતો વોન્ટેડ બિઝનેસમેન, દવાઓ મળી

બોલિવુડ એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિકના મોતના કેસમાં હવે નવો ટ્વીસ્ટ આવી ગયો છે. આ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને દિલ્હીના એ ફાર્મ હાઉસ પરથી કેટલીક દવાઓ મળી છે, જ્યાં મોત અગાઉ સતીશ કૌશિક પાર્ટીમાં સામેલ થયા હતા. હાલમાં દિલ્હી પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, મોત પાછળનું અસલી કારણ શું છે. રિપોર્ટ્સ મુજબ, દિલ્હી પોલીસનું કહેવું છે કે, એક્ટર સતીશ કૌશિકના મોતના યોગ્ય કારણને જાણવા માટે વિસ્તૃત પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.

જિલ્લા પોલીસની ક્રાઇમ ટીમે દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં એ ફાર્મ હાઉસની મુલાકાત લીધી, જ્યાં પાર્ટી આયોજિત કરવામાં આવી હતી અને ત્યાંથી કેટલીક દવાઓ મળી આવી છે. જાણકારોએ જણાવ્યું કે, એક ઉદ્યોગપતિના ફાર્મ હાઉસ પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ મહેમાનોનોની લિસ્ટ શોધી રહી છે. પાર્ટીમાં એક એવો ઉદ્યોગપતિ પણ સામેલ હતો જે એક કેસમાં વોન્ટેડ છે.

એક વાત એ પણ સામે આવી છે કે, જે સતીશ કૌશિકનો મિત્ર માલૂ છે, તેનું બિજવાસનમાં ફાર્મ હાઉસ છે. તેના પર વર્ષો જૂનો એક રેપ કેસ હતો, પરંતુ તે ક્યાંનો કેસ હતો તે પોલીસ ચેક કરી રહી છે. ફાર્મ હાઉસ પર જે 10-12 લોકો આવ્યા હતા, તેમની લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જો કે, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમમાં કંઈ શંકાસ્પદ આવ્યું નથી.

ડૉક્ટરોએ તેને હાર્ટ એટેક જ બતાવ્યો છે, બાકી શરીરમાં કંઈ હતું, તે પૂરો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે, જેના માટે વિસરા સેમ્પલ પ્રિઝર્વ કરાવી દેવામાં આવ્યા છે. જે આપત્તિજનક દવાઓના પેકેટ મળ્યા છે તે કોના માટે હતા, કોણે ઉપયોગ કર્યા, તેની સાથે સતીશ કૌશિકનો કોઈ સંબંધ છે કે નહીં, એ તપાસ બાદ સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, પોતાના 4 દશક લાંબા કરિયરમાં થિયેટર, સિનેમા, ટીવી અને OTT મંચ પર એક્ટિંગ, ડિરેક્શન, લેખક અને નિર્માતા તરીકે છાપ છોડનારા ફિલ્મકાર સતીશ કૌશિકનું ગુરુવારે દિલ્હીમાં કથિત રીતે હાર્ટ એટેક આવવાના કારણે નિધન થઈ ગયું. તેઓ 66  વર્ષના હતા.

તેઓ દિલ્હીમાં હોળી મનાવવા ગયા હતા. ફિલ્મ ‘જાને ભી દો યારો’ અને ‘મિસ્ટર ઈન્ડિયા’માં યાદગાર ભૂમિકા ભજવનારા સતીશ કૌશિક દિલ્હીમાં એક મિત્રના ઘરે હતા, ત્યારે જ અચાનક તેમને બેચેની અનુભવાઈ. તેમણે પોતાના ડ્રાઇવરને તેમને હૉસ્પિટલ લઈ જવા કહ્યું. મોડી રાત્રે લગભગ 1:00 વાગ્યે તેમને (હૉસ્પિટલ લઈ જતી વખત) રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યો. સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ દિલ્હીની દીનદયાલ ઉપાધ્યાય હૉસ્પિટલમાં કરવામાં આવ્યું.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.