સતીશ કૌશિક ફાર્મહાઉસ ક્યારે પહોંચ્યા, ત્યાં શું થયું? તપાસમાં લાગી પોલીસ
બોલિવુડના જાણીતા એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિકના નિધનથી બોલિવુડ ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. મોતના એક દિવસ અગાઉ સતીશ કૌશીકે હોળી પાર્ટી કરી હતી. અચાનક જ મોડી રાત્રે તેમની તબિયત બગડી ગઈ. એક્ટરને બચાવવાનો ખૂબ પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ એક શાનદાર એક્ટર, કોમેડિયન અને ડિરેક્ટરને બોલિવુડે હંમેશાં ગુમાવી દીધા છે. દિલ્હી પોલીસ સતીશ કૌશિકના મોત અંગે તપાસમાં લાગી ગઈ છે. દિલ્હી પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, સતીશ કૌશિકની તબિયત જે ફાર્મહાઉસમાં બગડી, ત્યાં ક્યારે પહોંચ્યા હતા અને ત્યાં શું શું થયું?
એટલું જ નહીં, લોકો સતીશ કૌશિકને હૉસ્પિટલ લઈને પહોંચ્યા હતા, પોલીસ તેમના પણ સંપર્કમાં છે. સતીશ કૌશિક 7 માર્ચના રોજ મુંબઇમાં શબાના આઝમીના ઘરે હોળી પાર્ટીમાં સામેલ થયા હતા. અહીં તેમણે નજીકનાઓ સાથે ખૂબ હોળી રમી હતી. તેમણે તેની તસવીરો પણ શેર કરી હતી. ત્યારબાદ તેઓ 8 માર્ચના રોજ દિલ્હીમાં પોતાના પરિવાર સાથે હોળી મનાવવા માટે પહોંચ્યા હતા. તેઓ બિજવાસનના ફાર્મહાઉસમાં હોળી રમવા પહોંચ્યા હતા. અહીં રાત્રે 11 વાગ્યે તેમને બેચેની અનુભવાઈ.
Colourful Happy Fun #Holi party at Janki Kutir Juhu by @Javedakhtarjadu @babaazmi @AzmiShabana @tanviazmi.. met the newly wed beautiful couple @alifazal9 @RichaChadha.. wishing Happy Holi to everyone 🌹🌹🌹🌺🌺🌺🌺 #friendship #festival #Holi2023 #colors pic.twitter.com/pa6MqUKdku
— satish kaushik (@satishkaushik2) March 7, 2023
ત્યારબાદ તેમની તબિયત બગડી ગઈ. ત્યારબાદ તેમને ફોર્ટિસ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડૉક્ટર્સે તેમને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તેમને મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસને હોસ્પિટલ જવા અગાઉ કોઈ પ્રકારની જાણકારી નહોતી. એક્ટરના મોત બાદ હૉસ્પિટલ તરફથી પોલીસને જાણકારી આપવામાં આવી હતી. એવામાં પોલીસ બધા એંગળથી તપાસ કરી રહી છે. જો કે, પોલીસનું કહેવું છે કે શરૂઆતી તપાસમાં કંઈ શંકાસ્પદ લાગ્યું નથી.
દિલ્હી પોલીસે સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ દિલ્હીની હરિનગર સ્થિત દિનદયાલ હૉસ્પિટલમાં મેડિકલ બોર્ડ દ્વારા કરાવવાનો નિર્ણય લીધો છે. પોલીસનું કહેવું છે કે, ડેથ ટાઇમ, શું ખાધું-પીધું, મોતનું કારણ.. આ બધુ પોસ્ટમોર્ટમ થયા બાદ જ ક્લિયર થઈ શકશે. જે લોકો સતીશ કૌશિકને હૉસ્પિટલ લઈને ગયા હતા, પોલીસ તેમની સાથે પણ સંપર્કમાં છે. સતીશ કૌશિકના નિધનથી આખા બોલિવુડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક્ટર્સ અને સેલિબ્રિટીઓ તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp