26th January selfie contest

સતીશ કૌશિકના મોતનું કોકડું ગુંચવાઇ રહ્યું છે, હત્યાનો આરોપ લગાવનાર મહિલાએ...

PC: twitter.com/Tiny_Dhillon

દિલ્હી પોલીસે સોમવારે કહ્યું કે, જે મહિલાએ એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિકાના મોતમાં ષડયંત્રનો દાવો કર્યો હતો, તેણે હવે તપાસમાં સામેલ થવાની ના પાડી દીધી છે. 9 ફેબ્રુઆરીના રોજ મોત દરમિયાન જે બિઝનેસમેનના ફાર્મહાઉસમાં સતીશ કૌશિક રોકાયા હતા, તેની પત્નીએ દાવો કર્યો હતો કે, તેના પતિ અને કેટલાક અન્ય લોકો સતીશ કૌશિક મોત માટે જવાબદાર છે. તપાસ અધિકારીએ મહિલાને પૂછપરછમાં સામેલ થવા માટે સોમવારે 11:00 વાગ્યે બોલાવી હતી, પરંતુ તેણે એમ ન કર્યું.

મહિલાનું કહેવું છે કે, આ કેસમાં તપાસ અધિકારીને બદલી દેવામાં આવે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે તેની આપત્તિ જોઈ રહ્યા છીએ અને આગળ એ જ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનરને મોકલેલી પોતાની ફરિયાદમાં મહિલાએ પોતાના પતિ પર 66 વર્ષીય એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિક વચ્ચે 15 કરોડ રૂપિયાની લેવડ-દેવડનો ઝઘડો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે, બંને વચ્ચે દુબઈમાં ઑગસ્ટ 2022મા પણ તેને લઈને બહેસ થઈ હતી.

મહિલાએ કહ્યું હતું કે, સતીશ કૌશિકે મારા પતિને રોકાણ માટે 15 કરોડ રૂપિયા આપ્યા હતા, જેને તેણે ન તો રોકાણ કર્યા અને ન તો પાછા આપ્યા. 9 માર્ચ 2023ના રોજ સવારે સતીશ કૌશિકનું મોત થઈ ગયું હતું. દિલ્હી પોલીસે શનિવારે કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ મોતનું કારણ હાર્ટ એટેક છે. અત્યાર સુધી તપાસમાં પોલીસે કોઈ પ્રકારની ગરબડી ન મળવાની વાત કહી છે. જો કે, મહિલાએ હત્યાનો દાવો કરીને સનસની મચાવી દીધી છે, પરંતુ અત્યારે તપાસ આગળ વધી શકી નથી. ઉલ્લેખનીય છે કે મહિલાનો પોતાના પતિ સાથે વિવાદ ચાલી રહ્યો છે, તેના પતિ અને સાવકા પુત્ર પર રેપનો આરોપ લગાવ્યો હતો. જેની તપાસ ચાલી રહી છે.

આ મામલે વિકાસ માલૂનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા પોતાના ઉપર લાગેલા આરોપો પર સફાઇ આપી છે. તેણે લખ્યું કે, સતીશજી છેલ્લા 30 વર્ષથી મારો પરિવાર હતા અને દુનિયાને ખરાબ લાઇટમાં દેખાડવા માટે થોડી મિનિટ પણ ન લાગી. હું વિચારી પણ શકતો નથી, એ ટ્રેજેડી બાબતે જે મારી શાનદાર સેલિબ્રેશન બાદ થઈ. હું પોતાનું મૌન તોડવા માગુ છું અને કહેવા માગું છું કે, એક ટ્રેજેડી હંમેશાં આકસ્મિક હોય છે અને કોઈનું પણ તેના પર જોર હોતું નથી. તેની સાથે જ હું મીડિયાને આગ્રહ કરું છું કે બધાની ભાવનાઓની કદર કરે. અમારા બધા આગામી સેલિબ્રેશનમાં સતીશજીને મિસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp