30,000 કરોડના સ્કેમ પર બનેલી વેબ સીરિઝ ‘Scam 2003’ કેવી છે, વાંચી લો રિવ્યૂ

‘સ્કેમ 1992’ પછી હંસલ મહેતા સ્કેમ 2003 લઇને આવી ગયા છે. સ્કેમ 2003, દેશના સૌથી મોટા ઘોટાળામાંનો એક છે. આ સ્કેમ એટલો મોટો હતો કે તેણે આખા ભારતની ન્યાય વ્યવસ્થાને હલાવી નાખી હતી. આ સ્ટોરી સ્કેમર અબ્દુલ કરીમ તેલગીની છે. આ વેબ સીરિઝની કહાની તેલગીના 30 હજાર કરોડના સ્ટેમ્પ પેપર સ્કેમની આસપાસની છે.

સ્ટોરી

આ વેબ શોની સ્ટોરી છે કર્ણાટકના એક મીડલ ક્લાસ પરિવારમાં પેદા થયોલા અબ્દુલ કરીમ તેલગીની છે. ગગન દેવરિયારે શોમાં તેલગીનું પાત્ર ભજવ્યું છે. તેલગીના પિતા ભારતીય રેલવેમાં કામ કરતા હતા. પિતાના મોત પછી પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે. તેલગીને ભણેલો હોવા છતાં નોકરી મળતી નથી અને તે ટ્રેનમાં ફળ વેચવાનું શરૂ કરી જીવન ગુજારવા લાગે છે. ત્યાર બાદ તે મુંબઈ જતો રહે છે. મુંબઈમાં તે શેઠની હોટલમાં કામ કરે છે. પૈસા ન હોવા છતાં તેલગી પાસે તેજ દિમાગ હતું. હોટલમાં કામ કરતા તે દુબઈનો રસ્તો પકડી લે છે. ત્યાં 7 વર્ષ રહ્યા પછી તે ફરી ભારત આવે છે. ત્યાર બાદ સ્ટોરીમાં આગળ શું થાય છે તેના માટે વેબ સીરિઝ જોવી પડશે.

કેમ જોવી?

આ વેબ સીરિઝના કુલ 10 એપિસોડ છે. હાલમાં તેના 5 એપિસોડ સ્ટ્રીમ થયા છે. બાકીના પાંચ એપિસોડ નવેમ્બર મહિનામાં રીલિઝ થશે. 5 એપિસોડ જોયા પછી કહી શકાય કે આ શો જરૂર જોવો જોઇએ. એક ગરીબ વ્યક્તિ જોત જોતામાં દેશને 30 હજાર કરોડનો ચૂનો લગાવી દે છે. જેને ટીવી સ્ક્રીન પર જોવું રસપ્રદ લાગે છે. પહેલા એપિસોડની શરૂઆત તેલગીના નાર્કો ટેસ્ટથી થાય છે.

આ શોનું ડિરેક્શન તુષાર હીરાનંદાનીએ કર્યું છે. ડિરેક્ટર તરીકે તેણે સારું કામ કર્યું છે. સીરિઝમાં તમે 20 થી 40 વર્ષ પહેલાના જૂના મુંબઈને જોઇ શકો છો. તેણે બધા પાત્રોને પણ સારી રીતે રજૂ કર્યા છે. નકલી સ્ટેમ્પ્સ હોય કે ચાલતી ટ્રેનમાં સ્કેમ કરવું...તુષાર નાના સીન અને સ્ટોરીને ન્યાય આપે છે.

તેલગીના પાત્રમાં ગગન દેવ રિયારે ખૂબ જ સરસ કામ કર્યું છે. તેણે પોતાના પાત્રને દમદાર રીતે ભજવ્યું છે. સીરિઝમાં ગગન તેલગી જેવી ભાષામાં જ વાત કરતો જોઇ શકો છો. એક અભિનેતા તરીકે તેણે આભાસ ન કરાવ્યો કે કોઇ પાત્ર ભજવી રહ્યો છે. સ્ક્રીન પર તેલગીનું પાત્ર જીવંત કરી દે છે. જો તમને રીયલ લાઇફ થ્રીલર જોવી પસંદ છે. તો તેલગીની સ્ટોરી તમારા માટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp