તમને સીતામાંના રૂપમાં જોઈએ છીએ,આવા વીડિયો ન બનાવશો, દીપિકા થઇ ગઇ ટ્રોલ

PC: indiatimes.com

રામાનંદ સાગરની રામાયણમાં સીતાના પાત્રને અમર બનાવનાર દીપિકા ચીખલીયાને આજે પણ લોકો સીતા માતા માને છે. ઘણી વખત તેના ફેન્સ સોશિયલ મીડિયા પર દીપિકાની પોસ્ટ અને મ્યુઝિકલ વીડિયોથી ગુસ્સે પણ થાય છે.

દીપિકા ચીખલિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની તસવીરો અને રીલ્સ દરરોજ ચાહકોનું મનોરંજન કરે છે. પરંતુ દીપિકા પણ ટ્રોલર્સથી બચી શકી નથી. જોકે, ઘણી વખત દીપિકાએ પણ મેસેજ દ્વારા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. ટ્રોલિંગ પર દીપિકા શું વિચારે છે તેમણે અમારી સાથે શેર કર્યું હતું.

મીડિયા સાથે વાત કરતાં દીપિકા કહે છે, હું માનું છું કે જો અમે જાહેર જીવનમાં છીએ તો સ્વાભાવિક છે કે લોકો આપણા વિશે અભિપ્રાય બનાવશે. કેટલાક લોકો તો માત્ર પરેશાન કરવા જ અહીં આવતા હોય છે, જ્યારે એક વર્ગ એવો છે, જે ખરેખર તેમના મનપસંદ સ્ટાર્સની ક્રિયાથી દુઃખી થાય છે અને તેમના પર પોતાનો અધિકાર માનીને પોતાની વાત કહેતા હોય છે.

દીપિકા કહે છે કે, એક સાર્વજનિક વ્યક્તિ હોવાને કારણે, હું મારા ચાહકોને ઠેસ ન પહોંચાડવાનો પ્રયાસ કરું છું અથવા તેમની ભાવનાઓને ઠેસ પહોંચે તેવું કંઈક લખવા અને પોસ્ટ ન કરું. આજે પણ હું જૂના જમાનાના ગીતો પર જ રીલ બનાવું છું જેથી તે મર્યાદા જળવાઈ રહે. હજુ પણ કેટલાક મેસેજ આવે છે કે, 'અમે તમને સીતા માતાના રૂપમાં જોઈએ છીએ, મહેરબાની કરીને આવી રીલ અને વીડિયો ન બનાવશો', 'તમારે આવા કપડાં ન પહેરવા જોઈએ'. હું જાણું છું કે મારો ચહેરો સીતાની મૂર્તિ સાથે જોડાયેલો છે, તેથી હું કેટલીક જાહેર વસ્તુઓ કરતી નથી. હું મારા પ્રશંસકો સાથે સરળ અને સારા વીડિયો શેર કરવાનું ચાલુ રાખવાનો પ્રયત્ન કરું છું. મેં એ મારી મર્યાદાનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. તેમ છતાં લોકોને દુઃખ થાય છે.

 
 
 
View this post on Instagram

A post shared by Dipika (@dipikachikhliatopiwala)

દીપિકા આગળ કહે છે, લોકોએ સમજવું જોઈએ કે, હું પણ એક અભિનેત્રી છું. હું તેના કરતાં વધુ હું માણસ છ. હું હંમેશા એકસમાન નથી રહી શકતી. મેં હાલમાં જ અરુણ ગોવિલ સાથે એક ફિલ્મ કરી છે, જેમાં હું ગુસ્સાવાળી ગૃહિણીના રોલમાં છું. તે હંમેશા તેના પતિ સાથે લડતી રહેતી હોય છે. એક અભિનેત્રી તરીકે હું પાત્રોના અભિનયને વ્યક્ત કરતી રહીશ. મને તે સ્વતંત્રતાની જરૂર છે, જ્યાં મને અન્ય કોઈપણ રીતે વસ્તુઓને વ્યક્ત કરવાની તક મળતી રહે, એમ તો હું મારા ચાહકોની અપેક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખું છું. તેથી તેઓએ પણ મારી પસંદગીનું મૂલ્ય અને તેનું સન્માન રાખવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp