એક છોકરીની હાલત જોઇ પીગળ્યું અક્ષયનું દિલ, હૃદયના ઓપરેશન માટે કરી આર્થિક મદદ

PC: outlookindia.com

અક્ષય કુમાર બોલિવુડના ખેલાડી તરીકે ઓળખાય છે. તે જેટલો ફિલ્મો માટે એક્ટિવ રહે છે, એટલો જ સોશિયલ કોઝ માટે પણ એક્ટિવ રહે છે અને ડોનેશન કરે છે. હાલમાં જ તેણે 15 લાખ રૂપિયાનું દાન કર્યું છે. આ દાન તેણે એક છોકરીના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે કર્યું છે. છોકરીનું નામ આયુષી શર્મા છે. તે 25 વર્ષની છે અને હ્રદય્હીની રહેવાસી છે. છોકરીના દાદા યોગેન્દ્ર અરૂણે અક્ષય કુમારનો આભાર વ્યક્ત કર્યો છે. છોકરી વિશે અક્ષયને તેની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના ડાયરેક્ટર ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું હતું કે, ત્યાર બાદ અક્ષયે પોતાનું મોટું હૃદય બતાવ્યું અને દાન કર્યું.

યોગેન્દ્ર અરૂણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીને કહ્યું કે, હું અક્ષય કુમારજી પાસેથી પૈસા લઇશ. તેમનો આભાર વ્યક્ત કરવાનો છે. તેથી હું સીધો મોટા હૃદયવાળા એક્ટર સાથે વાત કરવા માગુ છું. યોગેન્દ્રએ પોતાની પૌત્રીની કંડિશન વિશે પણ કહ્યું. તેમણે કહ્યું કે, આયુષી જ્યારે જન્મી હતી, ત્યારે તેને હૃદયની બીમારી થઇ હતી.

યોગેન્દ્ર અરૂણે કહ્યું કે, આયુષીનો જન્મ હૃદયની બીમારી સાથે જ થયો હતો અને હવે 25 વર્ષની ઉંમરમાં, ગુરુગ્રામમાં મેદાંતા હોસ્પિટલના ડૉક્ટરોએ અમને કહ્યું કે, તેનું હૃદય ફક્ત 25 ટકા જ કામ કરી રહ્યું છે. તો ડૉક્ટરોનું કહેવું છે કે, આપણી પાસે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો એક માત્ર વિકલ્પ બચેલો છે. અક્ષય કુમારની મદદથી આપણા માટે એ સરળ બની ગયું છે અને અમે ટ્રાન્સપ્લાન્ટ માટે એક હાર્ટ ડોનરની તલાશ કરી રહ્યા છીએ.

તેનાથી સંબંધિત એક સૂત્રએ કહ્યું કે, અક્ષય કુમાર સામાજિક, સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં ઘણું બધું કરી રહ્યો છે, પણ તેના વિશે હું વાત કરવાનું હાલ પસંદ ન કરીશ. યોગેન્દ્ર અરૂણે ખુલાસો કર્યો કે, તેઓ 82 વર્ષના રિટાયર્ડ પ્રિન્સિપલ છે અને આયુષીની સારવારનો કુલ ખર્ચ 50 લાખ રૂપિયા સુધી પહોંચી જવાની તૈયારી છે. તે સિવાય, અક્ષય કુમારે જરૂર પડવા પર તેમને બીજા પૈસા આપવા માટે પણ કહ્યું છે. અક્ષય કુમારના આ પ્રકારના વ્યવહાર અને સ્વભાવના કારણે જ આ છોકરી અને તેમના પરિવારને નવી આશા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp