કાળઝાળ ગરમી જોઈ ભૂમિએ દેખાડ્યા નખરા,યુઝર્સે કહ્યું-જઈને ખેડૂતને ગરમી વિશે પૂછો!

PC: jagran.com

હાલના દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે. દિવસ દરમિયાન તાપમાન એટલું વધી જાય છે કે, લોકો પરસેવાથી હેરાન પરેશાન થઇ રહ્યા છે. મુંબઈમાં પણ આ દિવસો દરમિયાન ખૂબ જ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં હવે આપણા બોલિવૂડ સ્ટાર્સ પણ આવી કાળઝાળ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે.

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અવારનવાર સમાચારોમાં ચમકતી રહે છે. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તડકા અને કાળઝાળ ગરમીથી પરેશાન થતી જોવા મળી રહી છે. તે જે રીતે પ્રતિક્રિયા આપે છે, તે જોયા પછી, યુઝર્સ તેની ઉપર ખુબ જ કટાક્ષ કરી રહ્યા છે. કેટલાક તેમના કાળા કપડા પર ટોણા મારી રહ્યા છે, તો કેટલાકે કહ્યું કે 'ઉનાળામાં બહાર નીકળો તો ખબર પડશે કે મજૂરો કેવી રીતે કામ કરે છે'. અહીં તમને જણાવી દઈએ કે ભૂમિ પેડનેકર એક ઈવેન્ટમાં હાજરી આપવા માટે પહોંચી હતી, જ્યાંથી તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો છે. આમાં તેના આવા નખરા જોઈને યુઝર્સ તેની પર જોરદાર કટાક્ષ કરી રહ્યા છે.

આ વીડિયોમાં ભૂમિ પેડનેકર પાપારાઝી સાથે વાત કરતી જોવા મળી રહી છે. તે સખત તડકો જોઈને પરેશાન થઇ જાય છે અને કહે છે કે અહીં ખૂબ જ ગરમી છે, તે બહાર પોઝ આપી શકશે નહીં. જોકે, ત્યાર પછી તે બહાર આવે છે અને ઝાડ નીચે ઉભી રહીને પોઝ આપે છે. આ દરમિયાન અભિનેત્રી ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહી છે.

ભૂમિ પેડનેકરના આવા નખરા જોયા બાદ એક યુઝરે લખ્યું, 'જાઓ અને એકવાર ખેડૂત પાસે જઈને ગરમી વિશે પૂછો.' બીજાએ ટિપ્પણી કરી, 'તો કંઈક હળવું અને આરામદાયક પહેરવું જોઈએ.' ઘણા લોકોએ તેની ડ્રેસિંગ સેન્સને ખરાબ ગણાવી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

ભૂમિના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ભૂમિ તાજેતરમાં લેખક-દિગ્દર્શક શશાંક ખેતાનની 'ગોવિંદા નામ મેરા'માં વિકી કૌશલની સામે જોવા મળી હતી. ભૂમિ 'ભીડ' ફિલ્મમાં જોવા મળી હતી. હવે તે 'આફવાહ'માં જોવા મળશે. તે 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમની પાસે 'ભક્ષક' પણ છે. તે 'ધ લેડી કિલર' અને 'મેરી પત્ની કા રિમેક'માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp