
શાહરુખ ખાને ચાર વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર કમબેક કર્યું છે તો જાણે થિયેટરોમાં બહાર આવી ગઈ છે. શાહરુખની નવી ફિલ્મ 'પઠાણ' ફિલ્મને જોવા માટે લોકો મોટી સંખ્યામાં થિયેટરોમાં જઈ રહ્યા છે. દુનિયાભરમાં આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં 400 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. દેશથી લઈને વિદેશ સુધીની જનતા શાહરુખ ખાનને મોટા પડદાં પર જોઈને ઉત્સાહિત છે. આ વચ્ચે એક્ટ્રેસ નેહા ધૂપિયાનો એક જૂનું સ્ટેટમેન્ટ વાયરલ થઈ રહ્યું છે.
20 years on, my statement rings true.
— Neha Dhupia (@NehaDhupia) January 28, 2023
This is not an "actor's career" but a "King's reign"! #KingKhan @iamsrk 🙌 https://t.co/TMgPzpJed4
આ વાત 2004ની છે, જ્યારે એક ઈન્ટરવ્યુમાં નેહા ધુપિયાએ કહ્યું હતું કે, યા તો સેક્સ વેચાય છે અથવા તો પછી શાહરુખ ખાન. હવે આ સ્ટેટમેન્ટને લઈને એક વખત ફરીથી નહા ધૂપિયાએ ટ્વીટ કર્યું છે. તેણે ટ્વીટમાં લખ્યું છે- 20 વર્ષ પછી પણ મારી વાત સાચી છે. આ કોઈ એક્ટરનું નહીં પરંતુ કિંગનુ રાજ છે. વર્ષ 2004ની વાત કરીએ તો તે સમયે નેહા ધૂપિયાની ફિલ્મ 'જૂલી' આવી હતી. આ ફિલ્મે એક્ટ્રેસે ઘણા ઈન્ટીમેટ સીન્સ આપ્યા હતા.
નેહા ધૂપિયાએ 'જૂલી'માં સેક્સ વર્કરનો રોલ નિભાવ્યો હતો. અહીંથી તેને સેક્સ સિમ્બોલનું લેબલ પણ મળ્યું હતું. ફિલ્મમાં નેહાના રોલને લઈને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું. તેના પર નેહાએ કહ્યું હતું કે, 'જૂલી'માં ઘણા લવ મેકિંગ સીન્સ અને શોટ્સ છે, જેમાં મારા શરીરને દેખાડવામાં આવ્યું છે. મને સેક્સ સિમ્બોલના ટેગથી ફરક નથી પડતો. મને આ વાતથી ફરક નથી પડતો કે લોકો કહી રહ્યા છે કે મેં 'જૂલી'માં આવું કામ કરીને મલ્લિકા શેરાવત અને બિપાશા બાસુને પાછળ છોડી દીધી છે. આજના સમયમાં યા તો સેક્સ વેચાય છે અથવા તો શાહરુખ ખાન. તો મેં પોતાની પાંચ ફિલ્મોથી સેક્સ પ્રોપ બનવાનું પસંદ કરીશ.
@iamsrk The love we have for you is hard to explain. @deepikapadukone u set the screen on fire with ur gaze n ur kicks and tricks #JohnAbraham u make bad look so good! @BeingSalmanKhan we would go back to the cinemas to watch the best cameo in history 🙌#pathan is here to stay!!! pic.twitter.com/FOTg2Sn4WS
— Neha Dhupia (@NehaDhupia) January 26, 2023
આ વાત નેહા ધૂપિયાએ એક ચેટ શો દરમિયાન કહી હતી. સાથે જ તેણે કહ્યું હતું કે તે ઈચ્છે છે કે પોતાના ચેટ શો નોફિલ્ટરનેહામાં શાહરુખ ખાન આવે. એક ઈન્ટરવ્યુમાં આ અંગે વાત કરતા નેહાએ કહ્યું હતું કે, તેણે શાહરુખને લઈને આવું કેમ કહ્યું. તો તેના કહેવા પ્રમાણે, મને લાગે છે કે ઘણી વસ્તુઓ આજના સમયમાં બદલાઈ રહી છે. પરંતુ એક વસ્તુ આજે એવી પણ છે કે સેક્સ અને શાહરુખ વેચાય છે. ફિલ્મ 'પઠાણ'ની વાત કરીએ તો જોરશોરથી કમાણી કરી રહી છે. બોલિવુડ સિલેબ્સ પણ તેને થિયેટરમાં જઈને ફિલ્મ જોઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp