શું હવે પઠાન-2 લાવવાની તૈયારી પણ ચાલી રહી છે, જાણો ડિરેક્ટરે શું કહ્યું
ફિલ્મ પઠાણની સફળતાનું સેલિબ્રેશન કિંગ ખાન શાહરુખે ફેન્સ સાથે કર્યું. સોમવારે 'પઠાણ'ની ટીમે પ્રેસ કોન્ફરન્સ કરીને ફિલ્મ બાબતે વાત કરી હતી. આ દરમિયાન શાહરુખ ખાને કહ્યું કે, જોન અબ્રાહમ આ ફિલ્મની બેકબોન છે. જોન અબ્રાહમ સાથે પોતાની મિત્રતા અને બ્રોમાસ બાબતે વાત કરતા શાહરુખ ખાને જણાવ્યું ,કે કઇ રીતે એક્ટરે કિંગ ખાનની સેટ્સ પર મદદ કરી હતી. શાહરુખ ખાન કહે છે કે, 'હું દિલની એ વાત માનું છું કે પઠાણનો બેકબોન જિમ છે, જેની ભૂમિકા જોન અબ્રાહમે ભજવી છે.
જોન અબ્રાહમને પિક્ચરમાં લઇ લો તો કપડાઓનો ખર્ચ પણ ઓછો હશે. અંડરવીયર પહેરાવી દો બસ થઇ જશે. શાહરુખ ખાને આગળ કહ્યું કે, તેને ખૂબ લિમિટેડ એક્શન આવડે છે. તે કહે છે કે બાઇક પર એક્શન તે ન કરી શકતો. જોન અબ્રાહમને મેં જોયો હતો કે તે 3-4 દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તો મને લાગતું હતું કે, તે શીખવા માગે છે, પરંતુ ત્યારબાદ મને સમજ પડી કે તે મારા માટે એટલી મહેનત કરી રહ્યો હતો, જેથી મને ઇજા ન થાય.
એટલે હું જોન અબ્રાહમનો આભારી છું. ત્યારબાદ જોન અબ્રાહમે શાહરુખ ખાનને ગળે લગાવ્યો. શાહરુખ ખાને જોહનને મસ્તીમાં ગાલ પર કિસ કરી અને પછી તેના માટે સોંગ પણ ગાયું. શાહરુખ ખાન કમબેક પર જોન અબ્રાહમને કહે છે કે શાહરુખ પાછો આવ્યો નથી, તે માત્ર લૂ (વૉશ રુમ) બ્રેક પર ગયો હતો. ત્યારબાદ શાહરુખ ખાને સેટ્સ પરના ભોજનને લઇને વાત કરી.
તેણે કહ્યું કે, તે સેટ્સ પર બધાને પિત્ઝા ખવડાવતો હતો અને જોન બધા માટે પાસ્તા લાવતો હતો. કિંગ ખાને મજાકમાં જોન અબ્રાહમને કહ્યું કે, હું ખૂબ સમયથી એમ કહેવા માગું છું કે જોન તું પણ તે પાસ્તા ખાવાનું છોડી દે. એ પાસ્તા એવા હતા જેમ કાર્ડબોર્ડને 20 વર્ષ કબબોર્ડમાં રાખ્યા છે અને પછી તેને કાઢીને ખાવાનું શરૂ કરી દીધું છે. ભાઇ તું પણ તે પાસ્તા બંધ કરી દે.
ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદને સવાલ કરવામાં આવ્યો કે, શું તે 'પઠાણ 2' લઇને આવશે. તેના પર તેમણે કહ્યું કે, ભગવાનની મરજી રહી તો એમ જરૂર થશે. આ સવાલના જવાબમાં શાહરુખ ખાને કહ્યું કે, જો આ લોકો મારી સાથે સિક્વલ બનાવશે તો તે મારા માટે સન્માનની વાત હશે. હું જરૂર તેમાં કામ કરવા માગીશ. આ વખત હું વાળ કમર સુધી વધારી દઇશ. અમે તેને વધુ મોટી અને સારી બનાવીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp