એક સમયનો કટ્ટર દુશ્મન શાહરૂખ પણ પહોંચ્યો સલમાનના બર્થ-ડે પર, જાણો પછી શું થયું

સલમાન ખાન આજે એટલે કે 27 ડિસેમ્બર, 2022ના રોજ પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પોતાના જન્મદિવસની શરૂઆત 'ભાઈજાને' એક ભવ્ય પાર્ટી સાથે કરી હતી જેમાં ઇન્ડસ્ટ્રીના ટોચના સ્ટાર્સ તેને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. આ તમામ સ્ટાર્સમાં સલમાનના નજીકના મિત્ર, સુપરસ્ટાર શાહરૂખ ખાનનું પણ નામ સામેલ છે.

શાહરૂખ ખાન પાર્ટીમાં ઘણો મોડો આવ્યો. પરંતુ સલમાનને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે આવ્યો જરૂર. 'કિંગ ખાન'ના આવતાની સાથે જ પેપરાઝીઓમાં ખળભળાટ મચી ગયો હતો. શાહરૂખની એન્ટ્રીનો વીડિયો તો લોકો સોશિયલ મીડિયા પર વારંવાર જોઈ જ રહ્યા છે, પરંતુ જે વીડિયોએ ધમાલ મચાવી રાખી છે, તે શાહરૂખ ખાનના એક્ઝિટનો છે, જેમાં અભિનેતાને બહાર છોડવા પોતે સલમાન ખાન આવ્યો છે. સલમાન શાહરુખનો આ વીડિયો ચાહકોને 'કરણ અર્જુન'ની યાદ અપાવી રહ્યો છે....

'કરણ'ને જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચ્યો 'અર્જુન'

જેમ કે અમે તમને હમણાં જ જણાવ્યું કે, 'કરણ અર્જુન' ફિલ્મના 'કરણ' એટલે કે સલમાન ખાનને તેમના 57મા જન્મદિવસ પર શુભેચ્છા આપવા બોલીવુડના 'અર્જુન' એટલે કે, શાહરૂખ ખાન પહોંચ્યો. સલમાન ખાને જે પાર્ટી રાખી હતી, તેમાં પહોંચનાર છેલ્લો સ્ટાર શાહરૂખ હતો. અભિનેતાએ બ્લેક લેધર જેકેટ પહેરીને ખૂબ જ કૂલ અંદાજમાં સલમાનની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી.

શાહરૂખ-સલમાનનો આ વીડિયો મચાવી રહ્યો છે ધમાલ

એન્ટ્રી કરતાં વધુ શાહરૂખ ખાનનું પાર્ટીમાંથી પરત જવું ધૂમ મચાવી રહ્યું છે. ખરેખર, સલમાનને મળ્યા પછી, જ્યારે શાહરૂખ તેની બર્થ ડે પાર્ટીમાંથી જવા લાગ્યો ત્યારે 'બર્થ ડે બોય' સલમાન તેને પોતે બહાર કાર સુધી મૂકવા આવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, શાહરૂખ અને સલમાન કંઈક વાત કરતા બહાર નીકળી રહ્યા છે અને પછી કારમાં બેસતા પહેલા શાહરુખ સલમાનને ગળે લગાવી લે છે. આમ કરવા પર શાહરુખને સલમાન પણ જોરમાં પકડી લે છે. શાહરૂખ અને સલમાને આ પછી હાથ પકડીને મીડિયા સામે પોઝ આપ્યો છે અને પછી શાહરૂખ ત્યાંથી જતો રહ્યો.

 
 
 
View this post on Instagram

A post shared by Nyam Nyam Azrha (@nyamazrha)

શાહરૂખ સલમાનના ચાહકો આ વીડિયોને જોઈને ઈમોશનલ થઈ ગયા છે અને તેમને તેમની બંનેની ફિલ્મ 'કરણ અર્જુન'ની યાદ આવી રહી છે જેમાં આ બંને અભિનેતાઓએ ભાઈઓની ભૂમિકા ભજવી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.