બોક્સ ઓફિસનો બાદશાહ બન્યો શાહરુખ ખાન, બે દિવસમાં બનાવ્યા આ 20 રેકોર્ડ્સ
શાહરુખ ખાનની તો બલ્લે બલ્લે થઈ ગઈ છે. ભારે વિરોધના વંટોળ વચ્ચે પણ તેની ફિલ્મ ધમાકેદાર પરફોર્મ કરી રહી છે. આશરે ચાર વર્ષ પછી રૂપેરી પડદાં પર પાછા ફરતા જ કિંગ ખાને ધમાલ મચાવી દીધી છે. તેની ફિલ્મે 2 દિવસમાં જ 235 કરોડની કમાણી વર્લ્ડવાઈડ કરી લીધી છે. મતલબ કે શાહરુખ ખાન માટે તો ચાંદી જ ચાંદી થઈ ગઈ છે. માત્ર એટલું જ નહીં, બોક્સ ઓફિસ પર બે વર્ષ પછી શાહરુખની ફિલ્મે કંઈ ધમાલ મચાવી છે. જોવા જઈએ તો શાહરુખની 'પઠાણ' ફિલ્મ એક, બે, ત્રણ નહીં પરંતુ કુલ 21 રેકોર્ડ બનાવ્યા છે. YRFએ આ ક્લેમ કર્યો છે.
YRFની 'પઠાણ' ફિલ્મે બોક્સ ઓફિસ પર એક હિસ્ટોરિક હિન્ટ આપી છે. જે 21 રેકોર્ડ ફિલ્મ ક્રિએટ કરી ચૂકી છે, તેના અંગે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે.
રેકોર્ડની વાત કરીએ તો ભારતીય સિનેમાના ઈતિહાસમાં ફિલ્મની રીલિઝનો દિવસ અને તેનો આગળનો દિવસ હાઈએસ્ટ ગ્રોસિંગ દિવસ રહ્યો છે.
નેટ બોક્સ ઓફિસ કલેક્શનના ઈતિહાસમાં પહેલી ફિલ્મ છે, જેણે પહેલા દિવસે 55 કરોડની કમાણી કરી છે.
જ્યારે બીજા દિવસે 70 કરોડનું કલેક્શન થયું છે.
નેટ બોક્સ ઓફિસ કલેક્શના રેકોર્ડમાં પહેલી ફાસ્ટેસ્ટ હિન્દી ફિલ્મ છે, જેણે બીજા જ દિવસે 100 કરોડની કમાણી કરી લીધી છે.
નેટ બોક્સ ઓફિસ કલેક્શનના રેકોર્ડમાં સતત બીજા દિવસે 50-50 કરોડની કમાણી કરનારી પહેલી હિન્દી ફિલ્મ બની ગઈ છે.
ભારતીય ફિલ્મ સિક્રેટમાં પોતાના નામે સર્કિટ રેકોર્ડ કાયમ કરનારી ફિલ્મ બની ગઈ છે.
પહેલા દિવસે ભારતની સૌથી મોટી રીલિઝ થનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે.
કોવિડ-19 પછી પહેલી હિન્દી ફિલ્મ છે, જેણે સતત બે દિવસ હાઈએસ્ટ ગ્રોસિંગ ઓપનિંગ કર્યું છે.
નોન હોલિડે પર રીલિઝ થનારી પહેલી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ છે.
ભારતીય સિનેમાના ઈતિહાસમાં બીજા દિવસે હાઈએસ્ટ કમાણી કરનારી ફિલ્મ બની છે.
YRF ઈન્ડિયા એકમાત્ર ફિલ્મ સ્ટુડિયો બન્યો છે, જેણે હિન્દી ફિલ્મથી 50 કરોડની કમાણી કરીને NBOC બેરિયરને તોડી નાખ્યું છે.
છેલ્લા ચાર વર્ષમાં NBOCના 50 કરોડના રેકોર્ડને YRF ચાર વખત તોડી ચૂક્યું છે.
VRFની ત્રીજી ફિલ્મ છે, જેમાં 50 કરોડથી વધારેની કમાણી પહેલા દિવસે થઈ છે. આ પહેલા 'વોર' અને 'ઠગ્સ ઓફ હિંદુસ્તાને' કરી હતી.
YRFની ત્રીજી સ્પાઈ યુનિવર્સ ફિલ્મ છે, જેણે કમાણીના મામલે ઓપનિંગ ડે રેકોર્ડ સેટ કર્યો છે. આ પહેલા 'વોર' અને 'એક થા ટાઈગર' આ લિસ્ટમાં સામેલ હતી.
The #Pathaan party is getting bigger 💥
— Yash Raj Films (@yrf) January 27, 2023
Have you booked your tickets yet? https://t.co/SD17p6wBSa | https://t.co/VkhFng5XLL
Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/0XhdXL8kOJ
શાહરુખ ખાન, દીપિકા અને જ્હોન અબ્રાહમના કરિયરની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ છે, જેણે પહેલા અને બીજા દિવસે રેકોર્ડતોડ કમાણી કરી છે.
સિદ્ધાર્થ આનંદના કરિયરની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ છે, જેણે પહેલા બે દિવસમાં રેકોર્ડતોડ કમાણી કરી છે.
YRFની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ છે, જેણે બંને દિવસે રેકોર્ડતોડ કમાણી કરી છે.
YRF સ્પાઈ યુનિવર્સ ફિલ્મની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ છે, જેણે પહેલા બે દિવસ રેકોર્ડતોડ કમાણી કરી છે.
સિદ્ધાર્થ આનંદે ફિલ્મ 'પઠાણ'નું નિર્દેશન કર્યું છે. જોવા જઈએ તો તે ઈન્ડ્સ્ટ્રીનો એકમાત્ર ડાયરેક્ટર છે, જેની બેક ટુ બેક બે ફિલ્મો સુપર ડુપર હીટ રહી છે. સિદ્ધાર્થ આનંદ ફિલ્મની સફળતા પર ખુશી જાહેરકરી કહ્યું છે કે- ફિલ્મ ઈતિહાસ રચી રહી છે. બધાની ઈચ્છા હોય છે કે તેમની ફિલ્મ હીટ થાય, પરંતુ પ્લાનના હિસાબથી ઘણી બધી વસ્તુઓ મળતી નથી. મારા માટે બેક ટુ બેક બે હીટ ફિલ્મો આપવી, અદ્ધભુત અનુભવ રહ્યો છે. ફિલ્મ મેકિંગ એક ટીમ વર્ક હોય છે. હું આ ખુશીના પળને આખા સ્ટાર કાસ્ટ અને ક્રૂની સાથે શેર કરવા માંગુ છું.
અમે એ પણ વિચાર્યું હતું કે આ ફિલ્મથી અમે લોકો થિયેટર્સમાં એક અલગ માહોલ ક્રિએટ કરશું અને આ સપનું પૂરું પણ થઈ ગયું. પહેલા 'વોર' અને હવે 'પઠાણ', બંને જ પેન ઈન્ડિયા ફિલ્મો છે. 'પઠાણ' રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. YRFની 'પઠાણ' એક હિસ્ટોરીક હીટ ફિલ્મ છે. બીજા દિવસે તેણે 113.6 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. વર્લ્ડવાઈડ આ આંકડો 235 કરોડથી પણ વધારેનો થઈ ગયો છે. બોક્સ ઓફિસ પર હજુ પણ 'પઠાણ'નો ડંકો વાગેલો જોવા મળે છે અને સાથે વીકેન્ડમાં ફિલ્મ 300 કરોડના આંકડાની નજીક પહોંચી જાય તો નવાઈ નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp