શાહરુખ ખાનના હમશકલને જોઇને થઇ જશો આશ્ચર્યચકિત, જાણો કોણ છે ઇબ્રાહિમ કાદરી

PC: dnaindia.com

જો તમે બોલિવુડના બાદશાહ કિંગ ખાનના ચાહકો છો તો તેના જેવા જ દેખાતી એક વ્યક્તિને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. જે રીતે આપણે મોટા ભાગના સેલેબ્સના હમશકલ જોયા છે, તે જ રીતે કિંગ ખાનનો પણ એક હમશકલ છે જે ઘણી હદ સુધી સેમ ટુ સેમ શાહરુખ ખાન જેવો જ દેખાય છે. તમે પણ આ વ્યક્તિને જોઇને સરપ્રાઈઝ થઈ જશો.

શાહરૂખનના હમશકલનું નામ છે ઈબ્રાહીમ કાદરી (Ibrahim Qadri). ઇબ્રાહિમ કાદરી મોસ્ટ પોપ્યુલર સોશિયલ મીડિયા સ્ટાર્સમાંનો એક છે. તે શાહરુખ ખાન જેવો જ દેખાય છે અને તેની ઓળખ આનાથી જ બની છે. ઇબ્રાહિમના ઇન્સ્ટા પેજ પર તેના ઘણા બધા પોઝ, પ્રોફાઈલ લૂકને જોઈને તમે રીલ અને રિયલ શાહરુખ ખાનમાં કન્ફ્યુઝ થઇ જશો.

રિપોર્ટ મુજબ ઇબ્રાહિમે શાહરૂખ જેવા દેખાવાના કારણે તેના ફાયદાઓ વિશે જણાવ્યું. તે કહે છે કે જ્યારે મારા મિત્રો અને મે રઈસ જોઈ તો દરેક કોઈએ સેલ્ફી માટે મને ઘેરી લીધો . એક તરફ હું આ એટેન્શનને એન્જોય કરી રહ્યો હતો, પરંતુ કિંગ ખાન જેવા દેખાવાના કારણે ઘણી સાઇડ ઇફેક્ટ પણ થઈ છે. મેં લોકોની ભીડમાં ફસાઈ ગયો હતો અને કોઈએ મને એટલો જકડીને પકડી લીધો હતો કે મારું ટી-શર્ટ ફાટી ગયું. પરિસ્થતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે મારે સ્ટેડિયમમાંથી સુરક્ષિત બહાર આવવા માટે પોલીસને ફોન કરવો પડ્યો હતો.

ઇબ્રાહિમ કહે છે કે તે તમામ એટેન્શન એન્જોય કરે છે. જેના કારણે તેણે doppelganger બિઝનેસ ઇન્ડસ્ટ્રીને ગંભીરતાથી લીધી છે. તે કહે છે કે લોકો મને મળવા માટે દરરોજ ઘણા એક્સાઇટેડ રહે છે. તેના કારણે મેં મારા કિંગ ખાન જેવા પર્સનને સીરિયસ લીધો અને તેનો હમશકલ બની ગયો.

મેં તેની દરેક ફિલ્મો જોવાની શરૂઆત કરી અને તેના વર્તન તેમજ રીતો તમામ વસ્તુને અપનાવી. ઇબ્રાહિમે જણાવ્યું કે, શાહરુખ ખાન જેવા દેખાવાના કારણે તેને લગ્ન પ્રસંગોમાં પણ બોલાવવામાં આવે છે. તે કહે છે કે મને લગ્ન પ્રસંગમાં સ્પેશિયલ ગેસ્ટની રીતે ઘણીવાર આમંત્રણ મળ્યું છે. હું ભીડની સાથે છૈયા છૈયા પર ડાન્સ કરવાનું એન્જોય કરું છું. હું તેઓની આસપાસ સ્પેશિયલ કરું છું. આ અનુભવ મને બતાવે છે કે જે હું કરી રહ્યો છું તે વર્થ છે.

ઇબ્રાહિમ ઈચ્છે છે કે, લોકો તેને તેની ખરી ઓળખથી પણ જાણે. તે કહે છે કે હું જેટલી શાહરુખની ઇજ્જત કરું છું એટલું જ ઈચ્છું છું કે લોકો મને મારા લૂકથી નહીં પણ અલગ રીતે ઓળખે. પરંતુ એ પણ સાચું છે કે જો દુનિયામાં હું કોઈના જેવો દેખાવા ઇચ્છું છું તો તે શાહરુખ ખાન જ હશે.

કાદરી હજી સુધી કિંગખાનને નથી મળ્યો તે પોતાના આઈડલને પર્સનલી મળવા માંગે છે. કિંગ ખાનને મળવું કાદરીનું સપનું છે. ત્યારે જોવું રહ્યું કે ક્યારે ઈબ્રાહીમ કાદરીનું આ સપનું પૂરું થાય છે. ઇબ્રાહિમ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે ઇન્સ્ટા પર તેના 124k ફોલોઅર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp