શાહરૂખ ખાનના ફેને વેન્ટિલેટર પર જોઇ ફિલ્મ 'જવાન', વીડિયો વાયરલ

PC: indiatoday.com

બોલિવુડના કિંગ શાહરૂખ ખાન પ્રત્યે લોકોને દિવાનગી કોઇનાથી છુપી નથી. પણ જે આ વ્યક્તિએ કર્યું, તે કોઇ વિચારી પણ ન શકે. કોઇને લઇ આ પ્રકારની દિવાનગી કદાચ જ પહેલા જોવા મળી હોય. એક વ્યક્તિ શાહરૂખ ખાનનો એટલો મોટો ફેન છે કે તેણે વેન્ટિલેટર પર રહેતા ફિલ્મ જવાન જોઇ. શાહરૂખની હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ જવાન લોકોને ખૂબ પસંદ આવી રહી છે. લોકોની વચ્ચે આ ફિલ્મને લઇ ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

શાહરૂખ ખાનના એક દિવ્યાંગ ફેન અનીસ ફારુકી અને રોહિત નામના વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે વેન્ટિલેટર પર હોવા છતાં ફિલ્મ જવાન જોતો જનર આવી રહ્યો છે. આ વીડિયો ત્યાર પછી વાયરલ થયો છે. લોકો આને જોઇ હેરાની વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ કમેન્ટ કરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વીડિયો જોઇ એક યૂઝરે લખ્યું કે, ભગવાન જીવનમાં તમને વધારે ખુશી આપે. રોહિતે જ અનીસને ફિલ્મ દેખાડવામાં મદદ કરી છે. એક યૂઝરે લખ્યું કે, આ પોસ્ટથી ખબર પડે છે કે રોહિત તુ કેટલો સારો વ્યક્તિ છે. જરૂરતમંદ પ્રત્યે તારી ઉદારતા પ્રેરણાદાયી છે. કોઇ અન્યના જીવન પર સકારાત્મક પ્રભાવ પાડવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ સારો લાગ્યો. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, તમારા કામથી ખબર પડે છે કે તમે કેટલા દયાળુ વ્યક્તિ છો. તમારો મિત્ર થઇને હું સારુ અનુભવી રહ્યો છું. આ રીતે જ પ્રેમ ફેલાવતા રહો.

 
 
 
View this post on Instagram

A post shared by Rohit Gupta (@ro_hit_hain)

જવાન ફિલ્મને લઇ શાહરૂખ ખાનના ફેન્સની વચ્ચે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ પહેલા એક 85 વર્ષીય વૃદ્ધ મહિલાનો વીડિયો વાયરલ થયો હતો. શાહરૂખ ખાને પણ વીડિયો રીટ્વીટ કરી તે મહિલાનો આભાર વ્યક્ત કર્યો. તે વીડિયોમાં વૃદ્ધ મહિલા બોલે છે કે, તે શાહરૂખ ખાનની મોટી ફેન છે અને તેની દરેક ફિલ્મો જુએ છે.

જણાવીએ કે, 7 સપ્ટેમ્બરના રોજ શાહરૂખની ફિલ્મ જવાન રીલિઝ થઇ હતી. જેમાં નયનતારા અને વિજય સેતુપતિની સાથે દીપિકા પાદુકોણ પણ વિશેષ પાત્રમાં જોવા મળી છે. તો વળી સંજય દત્ત પણ નાના કેમિયો રોલમાં ફિલ્મમાં જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp