શાહરુખ ખાનના મન્નત બહાર ફેન્સ વચ્ચે મચી અફરાતફરી, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ

શનિવારે ઇદના અવસર પર ભારતમાં સેલિબ્રેશનનો માહોલ જોવા મળ્યો. બોલિવુડ એક્ટર શાહરુખ ખાને પણ ફેન્સને ‘ઇદી’ આપી દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાહરુખ ખાન, પોતાના ફેન્સને મળવા મન્નત બહાર આવ્યો હતો. તેણે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નો સિગ્નેચર પોઝ આપીને ઈદ મુબારક કહ્યું. માત્ર એટલું જ નહીં, શાહરુખ ખાન સાથે તેનો નાનો દીકરો અને લાડકો અબરામ ખાન પણ ફેન્સને મળવા માટે મન્નત બહાર આવ્યો હતો. બંને જ વ્હાઇટ આઉટફિટમાં હતા.

ઈદના અવસર પર શાહરુખ ખાનને જોવા માટે હજારોની સંખ્યામાં ફેન્સ મન્નત બહાર આવી પહોંચ્યા હતા. બધા ફેન્સ અચાનક રોડ પર આવી ગયા, ત્યારબાદ તેમને હટાવવા માટે પોલીસ હળવો લાઠીચાર્જ કરતી જોવા મળી. આ દરમિયાન કોઈને ઇજા થઈ નથી, પરંતુ જો ત્યાં અફરાતફરી મચી જતી તો કદાચ ઇજા થઈ શકતી હતી. આ દરમિયાન પોલીસ જ્યારે ભીડને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી હતી, તો લોકો ભાગી રહ્યા હતા. શાહરુખ ખાન અને અબરામ ખાન ફેન્સને મળીને ગયા બાદ મન્નત બહાર શાંતિ પ્રસરી ગઈ.

શાહરુખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે જાન્યુઆરી મહિનામાં શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રીલિઝ થઈ હતી. ફિલ્મમાં એક્ટર દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન શેર કરતો નજરે પડ્યો હતો શાહરુખ ખાને આ ફિલ્મથી 4 વર્ષ બાદ મોટા પરદા પર વાપસી કરી હતી. દીપિકા સાથે શાહરુખ ખાનની જોડીને ખૂબ પસંદ કરવામાં આવે છે. ફિલ્મ ‘પઠાણે’ 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. શાહરુખ ખાનનો જલવો ન જાણે કેટલાય દિવસો સુધી બોક્સ ઓફિસ પર બન્યો રહ્યો હતો.

આ ફિલ્મમાં જોન અબ્રાહમ વિલેનના રોલમાં નજરે પડ્યો હતો. શાહરુખ ખાનની એક્ટિંગ તો જબરદસ્ત હતી જ, સાથે જ જોન અબ્રાહમની એક્ટિંગ પણ લોકોને ખૂબ પસંદ આવી. ફિલ્મની સફળતા બાદ દીપિકા પાદુકોણ, શાહરુખ ખાન અને જોન અબ્રાહમે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. એક ઇવેન્ટમાં શાહરુખ ખાને પર્સનલ લાઇફથી લઈને પ્રોફેશનલ લાઇફને લઈને ખૂલીને વાત કરી હતી. આ દરમિયાન ઘણી વસ્તુ ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. એ સિવાય હવે તે આગામી ફિલ્મ ‘જવાન’ અને ‘ડંકી’ માટે પણ ચર્ચામાં છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.