'પ્લીઝ મારા પરિવાર પર દયા કરો, હું કરગરું છું...' શાહરૂખ-વાનખેડેની ચેટ આવી સામે

PC: indiatoday.in

શાહરૂખ ખાનના દીકરો આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં સળિયાની પાછળ નાંખનારા નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર રહેલા સમીર વાનખેડે વિવાદોમાં છે. તેના પર પૈસાની આડમાં આર્યન ખાનને જબરદસ્તી ડ્રગ્સ કેસમાં ફસાવવાનો આરોપ છે. જ્યારે આર્યન આ કેસના કારણે જેલમાં હતો, ત્યારે શાહરૂખ ખાન અને સમીર વાનખેડેની વચ્ચે વ્હોટ્સએપ પર વાતચીત થઈ હતી. બંનેની વચ્ચે શું વાતચીત થઈ તે ચેટનો આજે ખુલાસો થયો છે. સમીર વાનખેડેએ કોર્ટમાં દાખલ પોતાની અરજીમાં એક્ટર સાથે થયેલી વાતચીતને રિવીલ કરી છે. તેમનો દાવો છે કે, મેસેજીસ શાહરૂખે તેને મોકલ્યા હતા. તેમા શાહરૂખે વાનખેડેને વારંવાર દીકરા આર્યનનું જેલમાં ધ્યાન રાખવાની અપીલ કરી છે. એક્ટરે ઘણીવાર વાનખેડેને વિનંતી કરતા લખ્યું- પ્લીઝ આર્યન પર થોડું નરમ રહેજો.

વ્હોટ્સએપ ચેટમાં શાહરૂખે લખ્યું- હું પૂરતો પ્રયત્ન કરીશ કે આર્યન ખાન એવો વ્યક્તિ બનશે જેના પર તમને અને મને ગર્વ થશે. આ ઘટના તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. તેનો હું તમને વિશ્વાસ અપાવુ છું. અમને ઈમાનદાર અને મહેનતી યુવાઓની જરૂર છે. જે દેશને આગળ લઇને જઈ શકે. તમે અને મેં પોતાની જવાબદારી નિભાવી દીધી છે જેને આગળની જનરેશન ફોલો કરશે. તે આપણા હાથમાં છે આપણે ભવિષ્ય માટે તેમા બદલાવ લાવીએ. તમારા સપોર્ટ અને દયાળુતાનો ફરી એકવાર દિલથી આભાર વ્યક્ત કરું છું.

ભગવાન તમારું ભલુ કરે. મારે તમને પર્સનલી મળવા આવવુ પડશે, જેથી હું તમને ગળે મળી શકું. પ્લીઝ મને જણાવો જ્યારે તમને અનુકૂળ હોય. મારી મદદ માટે પ્રયત્ન કરવા બદલ આભાર. તમારો હંમેશાં આભારી રહીશ. ઇંશાઅલ્લાહ. હું વિચારું છું કે તમે તમારી આધિકારીક ક્ષમતા અનુસાર પૂરો પ્રયત્ન કર્યો હશે. હું એક પિતા તરીકે પણ એવુ જ વિચારું છું. પરંતુ, ક્યારેક-ક્યારેક આપણા બેસ્ટ એફર્ટ પણ પૂરતા નથી હોતા. ધૈર્ય જરૂરી છે. આભાર. પ્રેમ- શાહરૂખ ખાન.

હું તમારી પાસે ભીખ માંગુ છું કે તેને જેલમાં ના રહેવા દો. આ રજાઓ આવશે અને તે એક વ્યક્તિ તરીકે તૂટી જશે. તેનો આત્મા વિખેરાઇ જશે. તમે વાયદો કર્યો હતો કે તમે મારા બાળકને સુધારશો, તેને એવી જગ્યાએ નહીં મોકલશો જ્યાંથી તે સંપૂર્ણરીતે તૂટીને અને વિખેરાઇને પાછો આવે અને તેની તેમા કોઈ ભૂલ નથી. એક સારા વ્યક્તિ તરીકે તમે તેની સાથે આવુ શા માટે કરી રહ્યા છો, તે પણ એ સ્વાર્થી લોકો માટે. હું વાયદો કરું છું કે હું એ લોકોની પાસે જઇશ અને તેમની ભીખ માંગીશ કે તમારી સામે બીજું કંઈ ના કહે. હું પોતાના પાવરમાં જે બની શકશે તે હું કરીશ. જેથી તે મારી વાતને સાંભળે અને જે પણ તેમણે તમને કહ્યું છે તેને પાછું લઇ લે. હું વાયદો કરું છું કે, હું એ બધુ જ કરીશ અને કોઇની પણ પાસે અટકવાની ભીખ માંગવામાં પાછળ નહીં રહીશ. પરંતુ, પ્લીઝ મારા દીકરાને ઘરે મોકલી દો. તમે પણ જાણો છો કે તેની સાથે આ વધુ પડતું થઈ ગયુ છે. પ્લીઝ પ્લીઝ હું એક પિતા તરીકે તમારી પાસે ભીખ માંગી રહ્યો છું.

હું તેમને કહું છું કે તેઓ તમને કોલ કરે. હું વાયદો કરું છું કે હું તેને જાતે ફોલો કરીશ. પ્લીઝ આજે થોડો દયાભાવ બતાવો. ભગવાન તમારું ભલુ કરે. આજે અમારું દિલ ના તોડો યાર. આ એક પિતાની પિતાને દરખ્વાસ્ત છે. હું પણ મારા બાળકોને એવો જ પ્રેમ કરું છું જેવો તમે કરો છો. બહારના કોઈ પણ વ્યક્તિએ પિતાની ફીલિંગ પર પોતાની અસર નાંખવાની જરૂર નથી. હું એક નમ્ર અને દયાળુ વ્યક્તિ છું સમીર. પ્લીઝ મારો વિશ્વાસ પોતાનામાં અને સિસ્ટમમાં ના તોડો. પ્લીઝ તેના કારણે અમારો પરિવાર તૂટી જશે. તમારી મદદના પ્રયત્નનો આભાર. હું તમારો ખૂબ જ આભારી છું. લવ શાહરૂખ ખાન.

પ્લીઝ તેની સાથે થોડાં નરમ રહો અને મારા દીકરાને ઘરે આવવા દો. આના કરતા વધારે હું તમને કંઇ નહીં કહી શકું. આ સમગ્ર મામલામાં તમે મારું વર્તન જોયુ હશે. તમે જે પણ કર્યું, હું ક્યારેય તેની વિરુદ્ધ નથી ગયો. તમે જ્યારે કહ્યું કે તમે આર્યનને એક સારો વ્યક્તિ બનાવવા માંગો છો. મેં તે વાત પર વિશ્વાસ કર્યો. તપાસ દરમિયાન મેં કોઇપણ પ્રકારે દીકરાની મદદ નથી કરી. ના પ્રેસમાં ગયો, ના મીડિયામાં કંઈ કહ્યું, કારણ કે, મને તમારી અચ્છાઈ પર વિશ્વાસ છે. પ્લીઝ તમે મારી દીકરી સાથે વાત કરી શકો છો?

ભગવાન માટે, તમે તમારા લોકોને કહો કે થોડાં ધીરે ચાલે. હું વાયદો કરું છું કે આવનારા સમયમાં તમારા માટે હંમેશાં ઊભો રહીશ અને તમે જે કંઇ પણ સારું અચિવ કરવા માંગો છો તેમા તમારી મદદ કરીશ. આ એક વ્યક્તિનો વાયદો છે તમને અને તમે મને એટલો તો ઓળખો જ છો કે હું તેને પૂરું જરૂર કરીશ. હું તમારી પાસે ભીખ માંગી રહ્યો છું કે પ્લીઝ મારા પર અને મારા પરિવાર પર દયા રાખો. અમે ખૂબ જ સિંપલ લોકો છીએ અને મારો દીકરો ભલે થોડો ભટકી ગયો છે પરંતુ, કોઈ અપરાધીની જેમ જેલમાં રહેવાનું ડિઝર્વ નથી કરતો. તમે પણ તે જાણો છો. પ્લીઝ થોડું મોટું દિલ બતાવો હું તમારી પાસે કરગરું છું.

શાહરૂખે લખ્યું હતું કે, પ્લીઝ મને ફોન કરો હું એક પિતાની જેમ વાત કરીશ. બીજી કોઈ રીતે નહીં અને હું જે કહું છું તેનો દરેક શબ્દ હું માનીશ. તમે એક સજ્જન અને સારા પતિ છો અને હું પણ એવો જ છું. મારે મારા પરિવારની કાયદાના દાયરામાં રહીને મદદ કરવી પડશે. સમીર સાહેબ, શું હું તમારી સાથે એક મિનિટ વાત કરી શકું? રિગાર્ડ્સ શાહરુખ ખાન. હું જાણું છું કે સત્તાવાર રીતે આ યોગ્ય નથી પરંતુ એક પિતાની જેમ હું પ્લીઝ તમારી સાથે વાત કરી શકું છું. લવ SRK

તમે જે કહ્યું તે હું કરી રહ્યો છું. આશા છે કે તમે તે અનુભવી શકો છો કે મારો પુત્ર એક મોટો પાઠ ભણ્યો છે. હવે તે પોતાના સારા ભવિષ્ય માટે સખત મહેનત કરશે. પ્રેમ અને કાળજી બદલ આભાર. આટલી મોડી રાત્રે મેસેજ કરવા બદલ માફ કરશો. પરંતુ એક પિતા તરીકે આ સમયે જાગવું પણ જરૂરી છે. લવ SRK. શાહરૂખે લખ્યું કે, એક લૉ અધિકારી તરીકે જો તમે ઈમાન ગુમાવ્યા વિના અમને મદદ કરી શકો, તો કૃપા કરીને કરો. હું હંમેશાં તમારો આભારી રહીશ. હું ટેક્નિકલ વસ્તુઓ નથી ખબર, પણ જો તે તમને અને તમારા વિભાગને અનુકૂળ હોય તો ટૂંકો જવાબ. હું વચન આપું છું કે તમને તેની પાસેથી જે પણ મદદની જરૂર છે, તે તે કરશે. અમારો પરિવાર તેને કોઈપણ નેગેટિવ ઈમેજ વગર ઘરે લાવવા માગે છે. આ તેને ભવિષ્યમાં ઘણી મદદ કરશે. એક પિતા તરીકે, હું તમને ફક્ત વિનંતી કરી શકું છું. ફરીથી આભાર. મારા પુત્રને રાજકારણમાં ન ફસાવો. તે આ બધાનો ભાગ નથી. આ વાત તમે પણ જાણો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp