શાહરૂખ ખાનને શૂટ કરી રહ્યો છે દીકરો આર્યન, ટીઝર પણ કર્યું રીલીઝ

PC: bollywoodhungama.com

ફેન્સ શાહરુખ ખાનની ફિલ્મોને જોવા માટે જેટલી કાગડોળે રાહ જુએ છે, જેની કોઈ સીમા હોતી નથી. હવે શાહરુખ ખાનના સંતાનો પણ પોતાના ટેલેન્ટથી દુનિયામાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફેન્સ માટે એક નવું અપડેટ સામે આવ્યું છે જે શાહરુખ ખાનના સૌથી મોટા પુત્ર આર્યન ખાન સાથે જોડાયેલું છે. હાલમાં જ કિંગ ખાનના પુત્ર આર્યન ખાને પોતાની પહેલી એડ ફિલ્મ શૂટ કરી છે જે એક પ્રકારે ડિરેક્શનમાં તેનું ડેબ્યૂ પણ છે. ખાસ વાત એ છે કે ટીઝર વીડિયોમાં શાહરુખ ખાન પણ નજરે પડ્યો છે.

હાલમાં જ આર્યન ખાને પોતાના મિત્રો બંટી અને લેટી સાથે પોતાના લક્ઝરી ‘સ્ટ્રીટવિયર બ્રાન્ડ’ બાબતે ફેન્સને હિંટ આપતા પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ ટીઝર વીડિયોમાં શાહરુખ ખાનની એક ઝલક જોવા મળે છે. આર્યન ખાને આગામી 24 કલાકમાં આ આખી એડ ફિલ્મને જોવા માટે લોકોનો ઉત્સાહ વધારી દીધો છે. તે વાસ્તવમાં આર્યન ખાન માટે ખુશીની એક ખૂબ જ ખાસ પળ છે કેમ કે તેને આ પહેલા ડિરેક્ટોરિયલ પ્રોજેક્ટમાં પોતાના પિતાને નિર્દેશિત કરવાનો અવસર મળ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Aryan Khan (@___aryan___)

નાનકડા ટીઝર ક્લિપમાં શાહરુખ ખાન બ્લેકબોર્ડ પર ટાઇમલેસ શબ્દ લખતો નજરે પડી રહ્યો છે. પછી તે એક પેન્ટબ્રશ ઉઠાવે છે, પછી વીડિયોના અંતમાં શાહરુખ ખાનના ચહેરાની એક ઝલક જોવા મળે છે. આર્યનના ક્લોઝિંગ બ્રાન્ડમાં કિંગ ખાન ખૂબ ડેશિંગ લુકમાં નજરે પડી રહ્યો છે. જો કે, એક્ટરનો ચહેરો પૂરો દેખાયો નથી, છતા શાહરુખ ખાન પોતાના લુકથી ફેન્સને ઇમ્પ્રેશ કરી દે છે. ઉલ્લેખનીય છે કે આર્યન ખાને આ ટીઝરથી ડિરેક્શનની શરૂઆત કરી છે. આ અગાઉ આર્યન ખાને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેણે પોતાના પ્રોજેક્ટનું કામ પૂરું કરી લીધું છે. આ એક સીરિઝ છે જે તેના દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp