Video:દીકરી સાથે તિરુપતિ દર્શન માટે પહોંચ્યો SRK, લોકોએ કહ્યું આ તો...

PC: dailypioneer.com

જવાન ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવા જઇ રહી છે. શાહરુખ ખાન આ ફિલ્મને પ્રમોટ કરી રહ્યો છે. તો ફિલ્મની એડવાન્સ બુકિંગને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. આ બધાની વચ્ચે શાહરૂખ ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઇ રહી છે. વાયરલ થયેલા આ વીડિયોમાં શાહરૂખ ખાન ફિલ્મ જવાનની અભિનેત્રી નયનતારા અને દીકરી સુહાના ખાન સાથે તિરુપતિ બાલાજીના દર્શન કરવા પહોંચ્યો હતો.

આ વીડિયોમાં તેની સાથે મેનેજર પૂજા ડાડલાનીને પણ જોઇ શકો છો. વીડિયોમાં શાહરૂખ ટ્રેડિશનલ સાઉથ ઈન્ડિયન અવતારમાં જોવા મળી રહ્યો છે. શાહરૂખે સફેદ ધોતી અને કુર્તો પહેર્યો છે. સાથે જ તે સુહાનાનો હાથ પકડી ચાલતો જોવા મળી રહ્યો છે. સુહાના ખાને પણ સફેદ રંગનો સલવાર સૂટ પહેર્યો હતો.

આ વીડિયો સામે આવ્યા પછી લોકો ખૂબ રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, માટે તેને કિંગ ખાન કહેવામાં આવે છે. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, આ માત્ર કિંગ ખાન જ કરી શકે છે. શાહરૂખ ખાનની જવાન 7 સપ્ટે-23 ના રોજ રીલિઝ થઇ રહી છે. જેમાં તેની સાથે નયનતારા, વિજય સેતુપતિ અને સાથે જ દીપિકા પાદુકોણ કેમિયો રોલમાં જોવા મળશે. તેની સાથે સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ, ગિરિજા ઓક, સંજીતા ભટ્ટચાર્ય, લહર ખાન, આલિયા કુરેશી, રિદ્ધિ ડોગરા અને સુનીલ ગ્રોવર પણ ફિલ્મમાં છે. ફિલ્મ રીલિઝ માટે તૈયાર છે અને એડવાંસ બુકિંગના મામલામાં તે રેકોર્ડ તોડી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

જવાનની પહેલા દિવસની એડવાંસ બુકિંગના આંકડા સામે આવ્યા છે. નેશનલ મલ્ટીપ્લેક્સ ચેન PVR, આઈનોક્સ, સિનેપોલિસમાં સતત એડવાંસ બુકિંગ થઇ રહી છે. આ ત્રણેયના આંકડાની વાત કરીએ તો પીવીઆર- 1,12,299, આઈનોક્સમાં 75,661 અને સિનેપોલિસમાં 40,577 ઓડવાંસ બુકિંગ થઇ છે. આ ત્રણેય મલ્ટીપ્લેક્સ મળીને જવાન ફિલ્મની કુલ બુકિંગ 2,28,538 થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp