શાહિદ કપૂરે પોતાનું ઘર કાર્તિક આર્યનને ભાડે આપ્યું, દર મહિને આપશે આટલું ભાડું

PC: indianexpress.com

કાર્તિક આર્યન ટૂંક સમયમાં જ શાહિદ કપૂરના જુહૂના ઘરમાં શિફ્ટ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિકે જુહૂ તારા રોડ પર પ્રણેતા બિલ્ડિંગમાં એક એપાર્ટમેન્ટ ભાડે લીધું છે જે શાહિદ કપૂરનું છે. શાહિદ ગયા વર્ષ સુધી પત્ની મીરા રાજપૂત અને બંને બાળકો સાથે એ જ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. હવે તે મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલા ડુપ્લેક્સ હાઉસમાં શિફ્ટ થઈ ગયો છે. બીજી તરફ જે ફ્લેટ કાર્તિકે ભાડે રાખ્યો છે તેમાંથી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહિદ કપૂરે વર્ષ 2014માં આ પ્રોપર્ટી ખરીદી હતી, જે 3 હજાર 681 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે. આ ફ્લેટમાં બે કાર પાર્કિંગ પણ છે. રિપોર્ટ્સ અનુસાર, કાર્તિક આર્યન આ ઘર માટે દર મહિને 7.5 લાખ રૂપિયાનું ભાડું ચૂકવશે. સિક્યોરિટી તરીકે કાર્તિકે 45 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિકે 36 મહિનાના લીઝ ટ્રાન્ઝેક્શન માટે સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન પણ કર્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2018 જુલાઈમાં શાહિદ કપૂરે લગભગ 55 કરોડ રૂપિયામાં 8 હજાર 625 સ્ક્વેર ફીટનું લક્ઝુરિયસ ડુપ્લેક્સ ખરીદ્યું હતું. તેના પરિવાર સાથે શાહિદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ નવા ઘરમાં શિફ્ટ થયો હતો. તો શાહિદનો ફ્લેટ ભાડે લેતા પહેલા કાર્તિક આર્યન વર્સોવામાં રહેતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિકે વર્ષ 2019માં વર્સોવાવાળું ઘર 1.60 કરોડમાં ખરીદ્યું હતું.

જો હવે વાત કરીએ શાહિદ કપૂર અને કાર્તિક આર્યનના વર્કફ્રન્ટની તો કાર્તિકની ફિલ્મ 'શહેજાદા' 10 ફેબ્રુઆરીએ રીલિઝ થઈ રહી છે, જેમાં તે કૃતિ સેનન સાથે જોવા મળશે. આ સિવાય તેની પાસે કિયારા અડવાણી સાથે 'સત્યપ્રેમ કી કથા' પણ છે. તો શાહિદ કપૂર આગામી પ્રાઈમ વીડિયો સીરિઝ 'ફર્ઝી'માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp