IMDB ની 2023ની ટોપ 20 ફિલ્મોમાં શાહરુખે મારી બાજી, દીકરી સુહાનાની ફિલ્મ પણ સામેલ
ફિલ્મો, ટીવી શો અને સેલિબ્રિટીઝ અંગે જાણકારી આપનારી વેબસાઈટ IMDBએ 2023ની તે ફિલ્મોનું લિસ્ટ જાહેર કરી દીધું છે, જેની આ વર્ષે ઘણી બેસબરીથી રાહ જોવામાં આવી રહી છે. આ લિસ્ટને IMDBએ યુઝર્સના પેજ વ્યુના આધાર પર રીલિઝ કર્યું છે. આ લિસ્ટ પર નજર દોડાવશું તો સાફ થઈ જાય છે કે 2023માં બોક્સ ઓફિસ પર સુપરસ્ટાર્સનો જલવો રહેવાનો છે. આ ફિલ્મોના લિસ્ટમાં શાહરુખ ખાન, અલ્લુ અર્જુન, પ્રભાસ, સલમાન ખાન, રણબીર કપૂર, અજિત કુમાર, કમલ હાસન, અક્ષય કુમાર, અજય દેવગણ અને કાર્તિક આર્યન જેવા સિતારાની ફિલ્મો સામેલ છે.
2023 is off to a great start! ✨⚡Here is the list of the Most Anticipated Indian Movies of 2023. 🌻
— IMDb India (@IMDb_in) January 9, 2023
Which release are you looking forward to the most? 🤔 pic.twitter.com/00Xwr4HQ2b
આ રીતે બોલિવુડ અને સાઉથના સિતારાઓનું મજેદાર લિસ્ટ છે. રસપ્રદ વાત એ છે કે જ્યાં આ લિસ્ટમાં શાહરુખ ખાનની ફિલ્મનો જલવા જોવા મળી રહ્યો છે તો સાથે જ તેની છોકરી સુહાના ખાનની ફિલ્મ પણ આ લિસ્ટમાં સામેલ થઈ છે.
IMDBની 2023ની મોસ્ટ એન્ટીસીપેટેડ ઈન્ડિયન મૂવિઝ
'પઠાણ'
'પુષ્પાઃ ધ રુલ પાર્ટ-2'
'જવાન'
'આદિપુરુષ'
'સાલાર'
'વરિસુ'
'કબ્જા'
'તલપતી 67'
'ધ આર્ચીઝ'
'ડંકી'
'ટાઈગર 3'
'કિસી કા ભાઈ કિસી કી જાન'
'થુનિવુ'
'એનિમલ'
'એજન્ટ'
'ઈન્ડિયન 2'
'વાદિવાસલ'
'શહઝાદા'
'બડે મિયા છોટે મિયા'
'ભોલા'
થોડા કલાકો પહેલા જ શાહરુખ ખાને તેની સાથે દીપિકા અને જ્હોનના ફિલ્મના પોસ્ટર રીલિઝ કર્યા હતા અનેતે પછી તેની 25 તારીખે રીલિઝ થવા જઈ રહેલી ફિલ્મ પઠાણનું ટ્રેલર આવતીકાલે લોન્ચ થશે તેવી જાહેરાત કરી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થવાનું છે. તેણે આ ન્યુઝ શેર કરવાની સાથે લખ્યું છે- રાહ જોવા માટે આભાર.. હવે પઠાણની મહેફીલમાં આવી જાઓ.. #PathaanTrailer કાલે સવારે 11 વાગ્યે રીલિઝ થશે. #YRF50ની સાથે 25 જાન્યુઆરીના નજીકના થિયટરોમાં મોટી સ્ક્રીન પર પઠાણને સેલિબ્રિટ કરો. 'પઠાણ' ફિલ્મ હિન્દી સાથે તેલુગુ, તમિલ ભાષામાં પણ રીલિઝ થવાની છે.
ભલે શાહરુખ અને દીપિકાની આ ફિલ્મને લઈને ઘણો વિરોધ કરવામાં આવી રહ્યો છે છતાં ફેન્સનો ઉત્સાહ આ વિરોધની સામે ફીકો પડતો જોવા નથી મળી રહ્યો. 'પઠાણ' ફિલ્મના ગીત 'બેશરમ રંગ'માં દીપિકાએ પહેરેલી ભગવા રંગની બિકીનીના કારણે તેનો વિરોધ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp