શાહરૂખે બોક્સ ઓફિસ પર સલમાન-આમીરને પછાડ્યા, 'પઠાણ'ની કમાણી જુઓ ક્યાં પહોંચી
શું તમે જાણો છો #PathaanDay ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. જે મોટા સ્ટાર્સ નથી કરી શક્યા તે શાહરુખ ખાનની ફિલ્મ પઠાણે કરી બતાવ્યું છે. પઠાણ બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. તેણે 'દંગલ', 'PK', 'ટાઈગર ઝિંદા હૈ...' જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. બોલિવૂડની કોઈ ફિલ્મ હજુ સુધી 500 કરોડના ક્લબમાં પ્રવેશી શકી નથી.
પઠાણે રિલીઝના 22માં દિવસે 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મનું ઈન્ડિયા કલેક્શન 500 કરોડને પાર કરી ગયું છે. ફિલ્મે 22માં દિવસે એટલે કે બુધવારે હિન્દીમાં 3.50 કરોડનું કલેક્શન કર્યું હતું. ભારતમાં ફિલ્મનું નેટ કલેક્શન 502.45 કરોડ થઈ ગયું છે. પઠાણ 500 કરોડને પાર કર્યાની ઉજવણીમાં યશરાજ બેનરે ચાહકોને મોટી ભેટ આપી છે. 17 ફેબ્રુઆરી 2023ના રોજ પઠાણ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત PVR, INOX, Cinepolisમાં ટિકિટની કિંમત 110 રૂપિયા કરવામાં આવી છે.
સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ મૂવીઝઃ પઠાણ-502 કરોડ, દંગલ-387.38 કરોડ, સંજુ-342.86 કરોડ, PK-340.80 કરોડ, ટાઇગર ઝિંદા હૈ-339.16 કરોડ, બજરંગી ભાઈજાન-320.34 કરોડ, વૉર-318 કરોડ.
ભારતમાં અત્યાર સુધી બોલિવૂડની કોઈ ફિલ્મે 400 કરોડનું કલેક્શન કર્યું નથી. આવી સ્થિતિમાં પઠાણ તમામ ફિલ્મોની પહોંચથી ઘણી આગળ નીકળી ગઈ છે. પઠાણની કમાણીનો આ રેકોર્ડ તોડવો આસાન નથી. સલમાન અને આમિરની ફિલ્મો જે કરી શકી નથી તે કિંગ ખાનની ફિલ્મ પઠાણે ઈતિહાસ રચ્યો છે. આમ જોવા જઈએ તો, બોલિવૂડ ફિલ્મોની વાત કરવામાં આવે તો પઠાણ સૌથી આગળ છે.
પરંતુ આ માટે પડકાર હજુ પૂરો થયો નથી. કારણ કે આ ફિલ્મ હજુ સુધી સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની શકી નથી. સાઉથની હિન્દી ડબ ફિલ્મો પણ આ કેટેગરીમાં સામેલ છે. ફિલ્મ પઠાણ હજુ આ રેસમાં થોડી પાછળ છે. સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મોમાં બાહુબલી 2 ટોચ પર છે. આ ફિલ્મ ભારતમાં 510.99 કરોડની કમાણી સાથે ટોચ પર છે. પરંતુ ચિંતા કરવા જેવું કંઈ નથી. ખૂબ જ જલ્દી ફિલ્મ પઠાણ એક્ટર પ્રભાસની ફિલ્મનો રેકોર્ડ તોડશે. પછી થશે ધમાલ. પઠાણ સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની જશે.
કિંગ ખાનની ફિલ્મે આ 22 દિવસમાં કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા છે. પહેલા દિવસથી જ પઠાણ પર કરોડોનો વરસાદ થઈ રહ્યો છે. પઠાણની જોરદાર કમાણીનો આ સિલસિલો હમણાં અટકવાનો નથી. અત્યાર સુધી પઠાણને બોક્સ ઓફિસ પર ખાલી મેદાન મળ્યું હતું. આ શુક્રવારે પઠાણનો મુકાબલો કાર્તિક આર્યનની ફિલ્મ 'શહજાદા' સાથે થશે. જોવું એ રહેશે કે, પઠાણ 'શહજાદા'ની કમાણીમાં અવરોધ ઉભો કરી શકશે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp