જોરદાર એક્શન કરતા જોવા મળ્યા શાહરૂખ, દીપિકા અને જ્હોન, જુઓ 'પઠાણ'નું ટ્રેલર
બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પઠાણ'નું ટ્રેલર આખરે રીલિઝ થઈ ગયું છે. શાહરૂખ 4 વર્ષની લાંબી રાહ જોયા બાદ ફિલ્મ 'પઠાણ' દ્વારા કમબેક કરવા માટે તૈયાર છે. 'પઠાણ'ના નિર્માતાઓ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા દર્શકો માટે ટ્રેલર લઈને આવ્યા છે. મંગળવારે સવારે 11 વાગ્યે યુટ્યુબ પર યશરાજની ચેનલ પર રીલિઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર એટલું જોરદાર છે કે શાહરૂખના ચાહકો તેને જોઈને ખુશીથી ઉછળવા લાગશે. માત્ર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ જ નહીં પરંતુ, દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા પણ ખૂબ જ દમદાર અંદાજમાં જોવા મળી રહી છે.
આ ફિલ્મ સંપૂર્ણપણે દેશભક્તિ અને સ્પાઈ થ્રિલરનો ડબલ ડોઝ આપવા જઈ રહી છે. ફિલ્મનો દરેક સીન રોમાંચથી ભરેલો છે. અહીં દરેક કલાકારના ડોયલોગમાં દેશભક્તિના ડાયલોગ બોલતા સાંભળવા મળે છે. બીજી તરફ શાહરૂખનો અંદાજ અદભૂત છે.
જોકે, આ ટ્રેલરમાં લોકોને દરેક સીનમાં 'ટાઈગર' એટલે કે સલમાન ખાનની આતુરતાથી રાહ હતી. કારણ કે ઘણા સમયથી ખબર આવી રહી છે કે આ ફિલ્મમાં સલમાન કેમિયો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં સલમાનના ચાહકો પણ ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યશ રાજ હવે પોતાનું સ્પાઈ યુનિવર્સ તૈયાર કરી રહ્યું છે. જેમાં અગાઉની ફિલ્મો 'વોર' અને 'ટાઈગર'ને 'પઠાણ' સાથે જોડીને આગળની સ્ટોરી બનાવવામાં આવશે.
આ ટ્રેલરમાં એક ડાયલોગ છે કે 'હવે પઠાણનો વનવાસ પૂરો થયો છે'. આ ડાયલોગને આપણે શાહરૂખની 4 વર્ષ પછી વાપસી સાથે જોડીને પણ જોઈ શકીએ છીએ. કારણ કે આ પહેલા તે વર્ષ 2018માં ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. જે બાદ હવે તે સીધો વર્ષ 2023માં 'પઠાણ'માં જોવા મળશે. જો કે આ દરમિયાન તે ઘણી ફિલ્મોમાં કેમિયો કરતો જોવા મળ્યો છે, પરંતુ શાહરૂખના ફેન્સનું દિલ કેમિયોથી ક્યાં ભરાવાનું છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત 'પઠાણ'માં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. તે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે.
ફિલ્મઃ પઠાણ
સ્ટાર કાસ્ટઃ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ
ડિરેક્ટરઃ સિદ્ધાર્થ આનંદ
પ્રોડ્યૂસરઃ ઓદિત્ય ચોપડા, એલેક્ઝાન્ડર ડોસ્ટલ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp