શાહરૂખની ‘જવાન’એ 24 કલાકમાં ‘પઠાણ’નો આ રેકોર્ડ તોડ્યો

PC: ndtv.com

શાહરૂખના ચાહકો ‘જવાન’ ફિલ્મના ટ્રેલરની ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. ગુરુવારે ટ્રેલર રીલિઝ થયા પછી ચાહકો ક્રેઝી બન્યા અને એડવાન્સ બુકીંગમાં એ ક્રેઝ નજરે પડ્યો. શાહરૂખની ફિલ્મ માટે લોકોએ એડવાન્સ બુકીંગ માટે એટલો જબરદસ્ત ધસારો કર્યો કે 24 કલાકની અંદર ‘પઠાણ’નો રેકોર્ડ તોડી નાંખ્યો. શાહરૂખના ચાહકોનું જબરદસ્ત ઘોડાપુર જોવા મળ્યું.

ફિલ્મ મેકર્સે શુક્રવારે સવારે 10 વાગ્યે ‘જવાન’ના એડવાન્સ બુકીંગની સત્તાવાર જાહેરાત કરી હતી. જો કે, આ જાહેરાત પહેલા શુક્રવારે સવારથી જ કેટલાક સિનેમાઘરોએ ધીમે ધીમે એડવાન્સ બુકીંગ શરૂ કરી દીધું હતું. પરંતુ જેવી જાહેરાત થઇ એ પછી તો જાણે આગની રફતાર જેવો જુવાળ જોવા મળ્યો.

એડવાન્સ બુકીગંની રફતારનો અંદાજ એ વાત પરથી લગાડી શકાય છે કે, એડવાન્સ બુકીંગના ગણતરીના કલાકોમાં તો કેટલાંક થિયેટર્સે હાઉસફુલના પાટીયા લગાવી દીધા હતા. જવાનના 24 કલાકના એડવાન્સ બુકીંગના જે આંકડા સામે આવ્યા છે તેના પરથી એવું માનવામાં આવી રહ્યું છે તે ‘જવાન’ બોક્સ ઓફિસ પર આગ લગાડી દેશે.

સૈકનિલ્કના ડેટા મુજબ, પહેલા 24 કલાકમાં જ ‘જવાન’ માટે માત્ર 3 મોટો નેશનલ સિનેમા ચેઇન્સમાં જ 1 લાખ 65 હજારથી વધારે ટિકીટો બુક થઇ ચૂકી છે.

આ આંકડો કેટલો મોટો છે તેને આ રીતે સમજીએ.ભારતીય સિનેમાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં 24 કલાકમાં સૌથી વધારે બુકીંગ શાહરૂખ ખાનની ‘પઠાણ’નું હતું. બુકીંગ શરૂ થયાના 24 કલાકમાં નેશનલ ચેઇન્સમાં પઠાણની 1 લાખ 17 હજાર ટિકીટ બુક થઇ ગઇ હતી. આ રેકોર્ડે પાછો શાહરૂખની ફિલ્મે જ તોડ્યો છે. ‘જવાન’ ફિલ્મે માત્ર રેકોર્ડ જ તોડ્યો નથી, પરંતુ મોટા અંતરે ‘પઠાણ’ને પાછળ છોડી દીધી છે.

‘જવાન’ના પહેલા દિવસના શો માટે 24 કલાકમાં 3 લાખથી વધારે ટિકીટોનું બુકીંગ થઇ ગયું છે. ફિલ્મ પહેલાં જ મેકર્સે 10 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

પહેલા દિવસે 'પઠાણ' માટે બુક કરવામાં આવેલી એડવાન્સ ટિકિટ 10 લાખથી વધુ હતી અને ફિલ્મનું એડવાન્સ ગ્રોસ કલેક્શન 32 કરોડ રૂપિયાથી વધુ હતું. વર્ષની બીજી સૌથી મોટી બોલિવૂડ ફિલ્મ 'ગદર 2' એ પહેલા દિવસે 7 લાખથી વધુ ટિકિટ વેચી હતી અને એડવાન્સ ગ્રોસ 17 કરોડથી વધુ હતી. 'જવાન' દ્વારા પહેલા 24 કલાકમાં જ એડવાન્સ બુકિંગ કલેક્ટ કરવામાં આવ્યું હોવાથી આ બંને ફિલ્મો પાછળ રહી જવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp