શાહરૂખની 'જવાન'એ રીલિઝ પહેલા તોડ્યા તમામ રેકોર્ડ! મ્યુઝિક રાઇટ્સ આટલામાં વેચાયા

PC: koimoi.com

એટલી કુમાર દ્વારા દિગ્દર્શિત નયનથારા અને વિજય સેતુપતિ અભિનીત શાહરૂખ ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'જવાન'ના મ્યુઝિક રાઇટ્સને મ્યુઝિક લેબલ T-Series દ્વારા રૂ.36 કરોડના મોટા સોદામાં ખરીદવામાં આવ્યા છે. આ મ્યુઝિક રાઇટ્સ ખરીદવાની તીવ્ર સ્પર્ધામાં T-Seriesએ મોટી સફળતા હાંસલ કરી છે અને વિજેતા તરીકે ઉભરી આવી છે. T-Seriesએ શાહરૂખ ખાનના ખૂબ જ સ્પર્ધાત્મક માંગણીના ફિલ્મ 'જવાન'ના સંગીતના અધિકારો મેળવ્યા છે.

પઠાણ ફિલ્મની સફળતા પછીથી દર્શકો શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'ની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'જવાન'માં શાહરૂખ ખાનની સાથે નયનથારા અને વિજય સેતુપતિ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દર્શકોની સાથે સાથે ટ્રેડ એનાલિસ્ટોને પણ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ દરમિયાન, 'જવાન'ના સંગીત અધિકારોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે અને લાગે છે કે ફિલ્મે તેની રિલીઝ પહેલા જ રેકોર્ડ બનાવવાનું શરૂ કરી દીધું છે.

JAWANના સંગીત અધિકારોએ રૂ.36 કરોડના જંગી સોદા સાથે ઉદ્યોગમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને એ SRKની અજોડ સ્ટાર પાવરને સાબિત કરે છે. એક મીડિયા હાઉસે સોશિયલ મીડિયા પર આ મેગા #EXCLUSIVE શેર કર્યો અને લખ્યું, 'જવાન'ના મ્યુઝિક રાઇટ્સ T-Seriesને 36 કરોડની રેકોર્ડ કિંમતમાં વેચાયા, શાહરૂખ ખાનનું વર્ચસ્વ ચાલુ છે!'

ચાહકો 'જવાન' વિશે વધુને વધુ જાણવા માંગે છે અને હવે boxofficeworldwide.comએ તેના એક અહેવાલમાં ફિલ્મના સંગીત અધિકારો વિશે માહિતી આપી છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'જવાન'ના મ્યુઝિક રાઇટ્સ મ્યુઝિક લેબલ T-Series દ્વારા રૂ.36 કરોડમાં ખરીદ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એક રેકોર્ડ સેટિંગ ડીલ છે અને આ પહેલા આવું જોવામાં નથી આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ટીઝર જુલાઈના ત્રીજા સપ્તાહમાં રિલીઝ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ફિલ્મના કેટલાક પોસ્ટર અને મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે, જેણે દર્શકોને ખૂબ જ ઉત્સાહિત કરી દીધા છે. અહીં તમને જણાવી દઈએ કે, 'જવાન' પછી શાહરૂખ ખાન રાજકુમાર હિરાની સાથે ફિલ્મ ડંકીમાં જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી પરંતુ રિપોર્ટ્સ અનુસાર ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp