ફેને શાહરુખને પૂછી છોકરી પટાવવાની રીત, કિંગ ખાને આપ્યો આ જવાબ

PC: khaleejtimes.com

શાહરુખ ખાન હાલના દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘જવાન’ને લઈને ચર્ચામાં છે. તો આ દરમિયાન શાહરુખ ખાન મોટા ભાગે ટ્વીટર પર ‘Ask SRK’ સેશન ચલાવતો નજરે પડી રહ્યો છે. હાલમાં જ કિંગ ખાને Ask SRK સેશન ચલાવ્યું હતું. આ દરમિયાન એક ફેને તેને કંઈક એવો સવાલ પૂછી નાખ્યો હતો કે, શાહરુખ ખાને તેને જડબાતોડ જવાબ આપવો પડ્યો. ચાલો તો આ આર્ટિકલમાં આગળ જોઈએ કે શાહરુખ ખાને આ ફેન્સને શું જવાબ આપ્યો.

એક ફેને Ask SRK સેશન દરમિયાન શાહરુખ ખાનને છોકરીઓને ઇમ્પ્રેસ કરવાની ટિપ્સ માગી હતી. ફેને લખ્યું હતું કે, ‘સર જી, છોકરી કેવી રીતે પટાવીએ કંઈક ટિપ્સ આપો ને..’ તેના પર શાહરુખ ખાને રિપ્લાય આપતા લખ્યું કે, ‘પહેલો પાઠ એ ‘પટાવવું પટાવવું’ ન બોલ, સારું લાગતું નથી.’ તો એક બીજા ફેને શાહરુખ ખાનને પૂછ્યું કે, એક્શન સિવાય તમે જવાનને કયા ઝોનરમાં કેટેગરાઈઝેશન કરશો? આ સવાલ અપર શાહરુખ ખાને રિપ્લાઈ આપતા લખ્યું કે, ઈમોશનલ ડ્રામા #Jawaan

અપકમિંગ ફિલ્મ ‘જવાન’ બાબતે જ સવાલ કરતા અન્ય એક ફેને લખ્યું કે, ‘એક વ્યક્તિ હોવાના સંબંધે હું તમને પ્રેમ કરું છું.. શું જવાનમાં તમારી રોમાન્ટિક સાઇટ નજરે પડશે? આ સવાલ પર કિંગ ખાને ખૂબ મજાકીય અંદાજમાં જવાબ આપ્યો. તેણે લખ્યું કે, બધી તરફ ફ્રન્ટ તરફથી.. બેક તરફથી.. સાઈડ પરથી.. તમે મને પૂરી રીતે 3D IMAX વર્ઝનમાં જોશો, ચિંતા ન કરો. #Jawan.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ફિલ્મ ‘જવાન’નું પ્રિવ્યૂ રીલિઝ થયું હતું, જેણે ધમાલ મચાવી દીધી હતી અને ફેન્સમાં ફિલ્મને લઈને એક્સાઈટમેન્ટ વધારી દીધી હતી. ફિલ્મનું ગીત ‘જિંદા બંદા’ પણ રીલિઝ થઈ ચૂક્યું છે જે દર્શકોને ખૂબ પસંદ આવ્યું છે.

શાહરુખ ખાન અને સાઉથ ફિલ્મના ડિરેક્ટર એટલીએ પહેલી વખત એક સાથે કામ કર્યું છે. ફિલ્મમાં નયનતારા પોલીસની ભૂમિકા ભજવતી નજરે પડશે, તો વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી પણ મહત્ત્વની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મ ‘જવાન આ જ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ ‘જવાન’ પઠાણની જેમ ધૂમ મચાવશે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp