26th January selfie contest

શાહરુખ ખાન ‘Time 100’ લિસ્ટમાં ટોપ પર, ઝુકરબર્ગ સહિત આ દિગ્ગજોને પછાડ્યા

PC: mid-day.com

બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાને 'Time 100' લિસ્ટમાં ટોપ સ્થાન હાંસલ કરી લીધું છે. વાંચકો દ્વારા કરવામાં આવેલા વૉટના આધાર પર આ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. અમેરિકન પ્રકાશક મુજબ, આ વર્ષે 12 લાખ કરતા વધુ લોકોએ વોટ કર્યા, જેમાંથી 4 ટકા વોટ શાહરુખ ખાનને મળ્યા. શાહરુખ ખાનની જાન્યુઆરીમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘પઠાણ’એ દેશ અને વિદેશમાં 1000 કરોડ રૂપિયા કરતા વધુની કમાણી કરી હતી, જેને મોટા પરદા પર તેની વાપસી તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ લિસ્ટમાં 3 ટકા વોટ સાથે બીજા નંબર પર ઈરાનની એ મહિલાઓ છે, જે ઇસ્લામ શાસિત દેશમાં પોતાની આઝાદી માટે અવાજ ઉઠાવી રહી છે. બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન માર્કલ 1.9 ટકા વોટ સાથે ક્રમશઃ ત્રીજા અને ચોથા નંબર પર છે. આર્જેન્ટિનાને ગયા વર્ષે કતરમાં ફૂટબોલ વર્લ્ડ ક જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા ફૂટબોલર મેસી 1.8 ટકા વોટ સાથે આ લિસ્ટમાં પાંચમા નંબર પર છે.

ઓસ્કાર વિનર મિશેલ યોહ, પૂર્વ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ, મેટાના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) માર્ક ઝુકરબર્ગ અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુઈસ ઇનાસિયો લૂલા ડા સિલ્વા પણ આ લિસ્ટમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. time.com મુજબ તેમના સંપાદક 13 એપ્રિલના રોજ તેમની પસંદગીના ‘Time 100’ 2023ની લિસ્ટ જાહેર કરશે. શાહરુખ ખાન ભારતનો સૌથી જાણીતો એક્ટર છે અને એક ઇન્ટરનેશનલ આઈકોન પણ છે. શાહરુખ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો સહ-માલિક પણ છે.

શાહરુખ ખાને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અને ‘કુછ કુછ હોતા હૈ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં એક્ટિંગ કરીને બોલિવુડમાં પસંદગીનો રોમાન્ટિક હીરોના રૂપમાં પોતાની ઓળખ બનાવી. શાહરુખ ખાનની હાલની ફિલ્મ ‘પઠાણ’ હતી, જે જાન્યુઆરીમ રીલિઝ થઈ હતી. એ અત્યાર સુધીની સૌથી વધુ કમાનારી ફિલ્મોમાંથી એક છે. ગઈ કાલે જ શાહરુખ ખાન પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પહોંચ્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ કોલકાતાની જીત બાદ શાહરુખ ખાન ખૂબ ખુશ નજરે પડ્યો હતો અને તેણે વિરાટ કોહલીને ઝૂમે જો પઠાન સોંગનો હૂક સ્ટેપ પણ શીખવ્યો હતો. તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરુખ ખાન પઠાણ બાદ પોતાની આગામી ફિલ્મ ‘જવાન’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે નયનતારા છે. તો દીપિકા પાદુકોણ પણ કેમિયો કરતી નજરે પડવાની છે. શાહરુખ ફિલ્મ ‘ડંકી’ને લઈને પણ સતત ચર્ચામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp