‘પઠાણ’ માટે શાહરૂખે લીધી સૌથી ઓછી ફી, જાણો તેનું કારણ

PC: youtube.com

શાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બિગ બજેટ બોલિવુડ ફિલ્મ 25 જાન્યુઆરીએ થિયેટર્સમાં રીલિઝ થઈ રહી છે. ‘પઠાણ’ બોલિવુડ બાદશાહની ડ્રીમ ફિલ્મ છે. ફિલ્મમાં શાહરૂખ ખાન એક્શન હીરો તરીકે દેખાવાનો છે. ‘પઠાણ’ વિશે આપણે અત્યારસુધીમાં ઘણુ બધુ જાણી ચુક્યા છીએ. હવે વાત કરીએ ફિલ્મ સ્ટાર્સની ફી વિશે. ‘પઠાણ’ 2023ની પહેલી મોટી રીલિઝ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મ લગભગ 250 કરોડ રૂપિયાના બજેટથી તૈયાર થઈ છે. આ જાણ્યા બાદ ‘પઠાણ’ માટે શાહરૂખે કેટલી ફી લીધી એ સવાલ થવો સ્વાભાવિક છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ‘પઠાણ’ માટે શાહરૂખ ખાને આશરે 35-40 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. ઘણા લોકો આ વાત જાણીને આશ્ચર્ય અનુભવી રહ્યા હશે. કારણ કે, શાહરૂખ ખાન જેવો સુપરસ્ટાર આટલી ઓછી ફી પર કઈ રીતે કામ કરી શકે છે.

તેના જવાબમાં ટ્રેડ એક્સપર્ટ કહે છે, ‘પઠાણ’ માટે શાહરૂખ ખાને ઓછી ફી લીધી કારણ કે, તેનો ફિલ્મમાં પ્રોફિટ શેર પણ છે. શાહરૂખ ખાન આ મોડલ પર કામ કરનારો પહેલો એક્ટર નથી. કિંગ ખાન ઉપરાંત અક્ષય કુમાર, સલમાન ખાન અને આમિર ખાન જેવા સ્ટાર્સ પણ આ મોડલ પર કામ કરે છે. આ તમામ સ્ટાર્સ સાઈનિંગ ફી ઉપરાંત, ફિલ્મના નફાનો મોટો હિસ્સો ચાર્જ કરે છે.

અન્ય એક્ટર્સની ફીની વાત કરીએ તો દીપિકા પાદુકોણે ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા ફી તરીકે લીધા છે. ફિલ્મમાં દીપિકા લીડ રોલ પ્લે કરી રહી છે. દીપિકાનું નામ બોલિવુડની ટોપ એક્ટ્રેસમાં સામેલ છે. જોન અબ્રાહમની વાત કરીએ તો જો ‘પઠાણ’માં એક વિલનનો રોલ પ્લે કરી રહ્યો છે. તેને માટે જોન અબ્રાહમે 20 કરોડ રૂપિયા ફીના રૂપમાં લીધા છે. જોન ઘણા સમય બાદ દમદાર રોલમાં દેખાઈ રહ્યો છે.

‘પઠાણ’ને લઈને દર્શકોની વચ્ચે ખૂબ જ બઝ જોવા મળી રહ્યો છે. એક્સપર્ટ્સનું માનવુ છે કે, ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. આ કારણે ‘પઠાણ’ પહેલા દિવસે 35-40 કરોડની વચ્ચે ઓપનિંગ કરી શકે છે. જો આવુ થયુ તો ‘પઠાણ’ ‘હેપ્પી ન્યૂ યર’ના પહેલા દિવસની ઓપનિંગને પાછળ છોડવામાં સફળ રહેશે.

‘હેપ્પી ન્યૂ યર’એ ફર્સ્ટ ડે પર આશરે 36 કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘પઠાણ’ પહેલા શાહરૂખ ખાન 2018માં ‘ઝીરો’માં દેખાયો હતો. હવે ચાર વર્ષ બાદ તે ‘પઠાણ’ સાથે જબરદસ્ત કમબેક કરવા માટે સંપૂર્ણરીતે તૈયાર છે. ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp